અમદાવાદ : એક તરફ રાજ્યમાં મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે. તો બીજી તરફ મહિલાઓ પર અત્યાચારના અનેક બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. શહેરના કાલુપુર વિસ્તારમાં એક યુવતીને તેના ઘરની નજીકમાં રહેતા યુવાને માથાના ભાગે તલવાર મારતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ યુવતીએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા બાદ તેની માતા સાથે રહે છે. જોકે ગત મોડી સાંજે તે તેના ઘર પાસે ઉભી હતી તે દરમિયાન તેના ઘરની નજીકમાં રહેતો એક યુવાન તેની પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો કે તારા છૂટાછેડા થઈ ગયેલ છે, અને તું એકલી છે, તો મારી પાસે આવી જા.
જોકે આવું કહેતા યુવતીએ તેને ઊંચા અવાજમાં ત્યાંથી જતો રહે નહીં તો પોલીસ બોલાવશે તેવું કહ્યું હતું. જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તલવાર લઇ આવી ફરિયાદી યુવતીને માથાના ભાગે તલવાર મારી હતી.
જો કે આસપાસના સ્થાનિક લોકોને આ બાબતની જાણ થતાં જ તેઓ તાત્કાલિક ત્યાં આવી પહોંચ્યા હતા અને યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. જોકે ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આરોપી વિરુદ્ધમાં ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર