અમદાવાદ : યુવતીએ ફ્રેન્ડશીપ માટે જવાબ ન આપતા તેના ફોટોનો દુર ઉપયોગ કરી ફેક આઈડી બનાવી


Updated: July 8, 2020, 7:38 PM IST
અમદાવાદ : યુવતીએ ફ્રેન્ડશીપ માટે જવાબ ન આપતા તેના ફોટોનો દુર ઉપયોગ કરી ફેક આઈડી બનાવી
આરોપી શાકભાજીની લારી ચલાવે છે અને sy bcom સુધી અભ્યાસ કર્યો છે.

આરોપી શાકભાજીની લારી ચલાવે છે અને sy bcom સુધી અભ્યાસ કર્યો છે.

  • Share this:
અમદાવાદ : દેશમાં કોરોનાના કારણે મહામારી ફેલાઈ છે પરંતુ આવામાં પણ કેટલાક લોકો ગુનાહ કરવામાં પાછળ નથી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી શાકભાજીની લારી ચલાવે છે અને sy bcom સુધી અભ્યાસ કર્યો છે.

આરોપીએ ફરિયાદી યુવતીના નામનની ઇન્સ્ટાગ્રામ પર ઉપર ફેક આઈ બનાવી દીધી અને સાથો સાથ તેનો ફોટો કોઈ પણ રીતે મેળવી તેનો પણ દુરઉપયોગ કરી નાંખયો. આરોપીએ ફરિયાદીનો મોબાઈલ નંબર મૂકી બીભત્સ લખાણ પણ લખી નાખ્યું અને જેથી ફરિયાદી યુવતીની બદનામી થાય. આ વાતની જાણ થતા સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી પ્રમાણે આરોપી અને ફરિયાદી એક મિત્ર મારફતે સંપર્કમાં આવ્યા હતા, અને ત્યારબાદ આરોપીને યુવતી પર દિલ આવી ગયું, તેણે ફરિયાદીને મોબાઈલ પર ફ્રેન્ડશીપ માટે મેસેજ કરેલ પરંતુ ફરિયાદીએ રીપ્લાય ના કરતા આરોપી ગુસ્સામાં આવી ગયો હતો અને ત્યાર બાદ તેને આ ગુનો કર્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીનો મોબાઈલ કબ્જે કરી તપાસ કરી રહી છે.


મહત્વ નું છે કે, આ પ્રકારના ગુના દિવસેને દિવસે વધી રહ્યા છે. થોડા દિવસો પહેલા પણ એક આરોપીએ એક તરફી પ્રેમમાં પણ એક મહિલાની ફેક આઈ બનાવી બદનામ કરવાની કોશિશ કરી હતી. પરંતુ આવા લોકોને સબક શિખવાડવા સાયબર ક્રાઈમ બ્રાન્ચ કાર્યવાહી કરી રહી છે.
Published by: kiran mehta
First published: July 8, 2020, 6:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading