અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ ન્યુ જી વોર્ડમાં રૂપિયા 52.40 લાખ રૂપિયાની ચોરીનો (Theft) બનાવ બનતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. જોકે unlock બાદ અમદાવાદમાં સૌથી મોટી ચોરીનો બનાવ બનતા ક્રાઈમ બ્રાન્ચ (crime branch) પણ આરોપીઓને પકડવા માટે કામે લાગી હતી. મહત્વની વાત તો એ કહી શકાય કે ગણતરીના કલાકોમાં જ આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે.
ક્રાઈમ બ્રાન્ચે મૂળ બાયડના રહેવાસી એવા પ્રકાશ ઉર્ફે પકો સલાડ નામના આરોપીની ધરપકડ કરીને 1 રીક્ષા, 17 લાખ 70 હજાર રોકડા અને 4 લાખ 65 હજારના દાગીના કબ્જે કર્યા છે.
આરોપીએ તેના સાગરીત આરોપી કૈલાશ રાજગોર સાથે મળીને પાંચ દિવસ પહેલા રિક્ષા લઈને રેકી કરી હતી. અને તક મળતાં જ ધાબા પરથી નીચે ઉતરી અને રૂમમાં તિજોરીમાં પડેલા રોકડ અને દાગીના લઇને ફરાર થઈ ગયા હતા.
સૂત્રો પાસેથી મળેલ માહિતી પ્રમાણે આરોપી પ્રકાશને પોલીસમાં ભરતી થવું હતું પરંતુ પાસના થતાં તે ભરતી થઈ શક્યો ન હતો. ત્યારબાદ કૈલાશ સાથે રહીને ચોરીના રવાડે ચડી ગયો.
આરોપીના ગુનાઇત ઇતિહાસની વાત કરીએ તો વર્ષ 2015માં સાબરમતી અને સરદાર નગર પોલીસ સ્ટેશનમાં તેમજ વર્ષ 2018માં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઇ ચૂકેલો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર