Home /News /madhya-gujarat /

ત્રણ તલાક બિલ પાસ થયાને દિવસે જ અમદાવાદની મહિલા બની ત્રણ તલાકનો ભોગ

ત્રણ તલાક બિલ પાસ થયાને દિવસે જ અમદાવાદની મહિલા બની ત્રણ તલાકનો ભોગ

ત્રણ તલાકનો ભોગ બનેલી મહિલાએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પાસ થયુ તેજ દિવસે અમદાવાદની મહિલા ત્રણ તલાકનો ભોગ બનતા આપઘાતનો કર્યો પ્રયાસ

    ભાવિક આચાર્ય, અમદાવાદ: એક બાજુ રાજ્યસભામાં ત્રિપલ તલાક રદ કરવાનું બીલ પાસ થઈ ગયુ છે ત્યારે અમદવાદમાં જ રીલીફ રોડ વિસ્તારમાં રહેતી મહિલાને તેના પતિએ ત્રણ વાર તલાક કહીને ઘરમાંથી કાઢી મુકવાનો બનાવ સામે આવ્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશન ખાતે સનાબાનું નામની મહિલાને તેના પતિએ પિયરમાંથી 20 હજાર રુપિયા મંગાવાનું કહ્યુ હતુ, પરંતુ તેણે ઘરેથી પૈસા મગાવવાની ના પાડી હતી, જેના કારણે તેના પતિએ તેને ત્રણ વાક તલાખ કહી દીધુ. જેને લઈ આજે મહિલા સનાબાનુંને લાગી આવતા કેરોસીન પીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ઘરવાળાને જાણ થતા તેમણે સારવાર અર્થે એસ વી પી હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને પોલીસને જાણ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, આ મહિલાને લગન થયે પાંચ વર્ષ થયા છે અને તેને બે બાળકીઓ પણ છે. મહિલા એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તેનો પતિ કોઈ પણ કામ ધંધો કરતો નથી અને અવાર નવાર તેને પીયરમાંથી પૈસા મંગાવવા માટે જણાવતો હતો.

    મહિલાનો આરોપ છે કે, સમાજમાં કોઈને જાણ ન થાય તે માટે તે આટલા વર્ષો સુધી ચુપ રહી હતુ. હવે તેનાથી સહન થાય તેમ ન હતુ તેના કારણે તેણે જીવન ટુંકાવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર મામલે કારંજ પોલીસએ પતિ તેમ જ સાસરીયા વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Suffered, Three talaq, અમદાવાદ, મહિલા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन