અમદાવાદ : યુવકે જ્ઞાતી છુપાવી પ્રેમીકા સાથે લગ્ન કર્યા, સાસરીયાઓએ 5 લાખની સરકારી સહાય માટે પુત્રવધૂને આપ્યો ત્રાસ

અમદાવાદ : યુવકે જ્ઞાતી છુપાવી પ્રેમીકા સાથે લગ્ન કર્યા, સાસરીયાઓએ 5 લાખની સરકારી સહાય માટે પુત્રવધૂને આપ્યો ત્રાસ
સાબરમતી પોલીસ સ્ટેશન (ફાઈલ ફોટો)

ભાગીને લગ્ન કર્યા હોવાનું જણાવતા જ યુવકના પરિવારજનો આવેશમાં આવી ગયા હતા અને પોતાની જ્ઞાતિમાં લગ્ન કર્યા હોત તો સરકાર પાંચ લાખ આપતી તેમ જણાવતા જ યુવતી ચોંકી ઉઠી હતી.

  • Share this:
અમદાવાદ: શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના પતિ અને સાસરીયાઓ સામે જ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તે કોલેજમાં હતી ત્યારે તેને હાલના પતિ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને ત્યારે આ યુવકે વૈષ્ણવ હોવાનું કહ્યું હતું. બાદમાં યુવતીએ ઘરમાં જાણ કર્યા વગર એક લાખ રૂપિયા લઈને યુવક સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. બાદમાં તે તેના સાસરે ગઈ તો સાસરિયાઓ એ મહેણાં માર્યા હતા કે તેમની જ્ઞાતિમાં લગ્ન કર્યા હોત તો પાંચ લાખ તો મળતા. જેથી યુવતી સાથે ઠગાઈ કરનાર પતિ તથા સાસુ સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

હાલ સાબરમતીમાં રહેતી 23 વર્ષીય યુવતી વર્ષ 2016માં ન્યુ એલ.જે. કોલેજમાં અભ્યાસ કરતી હતી. ત્યારે તેને એક યુવક સાથે મિત્રતા થઈ હતી. બંને હરવા ફરવા જતા અને તેવામાં આ બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને યુવતીએ જ્ઞાતિ બાબતે પૂછતાં યુવકે વૈષ્ણવ જાતિ નો હોવાનું કહ્યું હતું. પછી તો યુવતીના પરિવારજનો માને એમ ન હોવાથી તે ડોમ્યુમેન્ટ અને ઘરમાં કોઈને ખયા વગર એક લાખ રૂપિયા લઈને ભાગી ગઈ હતી. બંનેએ બોટાદ ખાતે સબ રજીસ્ટર ની ઓફિસમાં લગ્ન કર્યા હતા અને બાદમાં પોરબંદર ખાતે કુળદેવી એ ગયા હતા ત્યાં 21 દિવસ ધર્મશાળામાં પણ રોકાયા હતા.બાદમાં યુવક તેને લઈને સરખેજ ખાતેના ઘરે આવ્યો હતો. ત્યાં તેણે તેના પરિવારને ભાગીને લગ્ન કર્યા હોવાનું જણાવતા જ યુવકના પરિવારજનો આવેશમાં આવી ગયા હતા અને પોતાની જ્ઞાતિમાં લગ્ન કર્યા હોત તો સરકાર પાંચ લાખ આપતી તેમ જણાવતા જ યુવતી ચોંકી ઉઠી હતી. તેણે તેના પતિને જ્ઞાતિ બાબતે પૂછતાં તેઓ હિન્દૂ વણકર હોવાનું જણાવ્યું હતું. યુવતીએ આ બધી વાતો તેના ઘરે કરી ન હતી. પણ સાસરિયાઓ અવાર નવાર તેને આ બાબતોથી ત્રાસ આપતા હતા અને રૂપિયાની માંગણી કરતા રહેતા હતા.

આખરે કંટાળીને યુવતીએ તેની માતા પાસેથી 2 લાખ રૂપિયા લઈને તેના સાસરિયાઓ ને આપ્યા હતા. પણ તેમ છતાં માનસિક ત્રાસ, મારઝૂડ ચાલુ રહેતા આખરે યુવતીએ પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ આપતા સાબરમતી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
First published:July 04, 2020, 15:33 pm

टॉप स्टोरीज