અમદાવાદ: મહિલાઓ અને વૃદ્ધો માટે ચેતવણીરૂપ કિસ્સો, દિવાળીમાં હવે આ પ્રકારની નવી ગેંગ સક્રિય થઈ છે


Updated: October 31, 2020, 4:21 PM IST
અમદાવાદ: મહિલાઓ અને વૃદ્ધો માટે ચેતવણીરૂપ કિસ્સો, દિવાળીમાં હવે આ પ્રકારની નવી ગેંગ સક્રિય થઈ છે
પ્રતિકાત્મક તસવીર

આરતીબેનને કહેલ કે મારી પાસે પિત્તળ, તાંબાના વાસણો અને સોના-ચાંદીના દાગીના સાફ કરવાનો પાવડર છે

  • Share this:
અમદાવાદ: દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતી અને ઠગાઈ કરતી ગેંગથી ખાસ મહિલાઓ અને વૃદ્ધોએ ચેતી જવાની જરૂર છે. ક્યાંક લાલચ તો ક્યાંક ભોળપણ લાખ્ખોનું નુકસાન પહોંચાડી શકે છે. આવો જ એક બનાવ શહેર ના કાલુપુર વિસ્તારમાં જોવા મળ્યો છે. બાઈક પર આવેલા ત્રણ ગઠીયાઓ વૃદ્ધની સોનાની બંગડી ચમકાવી આપવાની લાલચ આપીને ચારેય બંગડી પડાવી ગયા.

કાલુપુર હાજા પટેલની પોળમાં રહેતા ગીતાબેન શાહ નામના વૃદ્ધા તેમના પાડોશી આરતીબેન સાથે વાતો કરી રહ્યા હતાં. આ દરમિયાન તેમની પોળમાં એક બાઈક પર ત્રણ ઈસમો આવ્યા હતા. જેમાંથી એક ઈસમે આરતીબેનને કહેલ કે મારી પાસે પિત્તળ, તાંબાના વાસણો અને સોના-ચાંદીના દાગીના સાફ કરવાનો પાવડર છે. જો તમારી પાસે તાંબા કે પિત્તળના વાસણ હોય તો મને આપો હું તમને સાફ કરી દઉં. જેથી આરતીબેને તેઓને પિત્તળની દિવીઓ આપી હતી.

આ ગઠીયાએ પહેલા દીવીઓ સાફ કરી આપી હતી. બાદમાં તે ફરિયાદી વૃદ્ધા પાસે આવ્યો હતો, અને વૃદ્ધા પાસે પણ પિત્તળ કે તંબાના વાસણ સાફ કરી ચમકાવી આપવાની લાલચ આપી હતી. જોકે વૃદ્ધાએ ના પાડતા તેણે પહેરેલ સોનાની બંગડી પર પાવડર લગાવી આપ્યો, જુઓ તમારી બંગડીઓ ચમકી જશે. તેમ કહીને વિશ્વાસમાં લઈને આ ગઠીયાએ વૃદ્ધાની ચાર સોનાની બંગડીઓ કઢાવી હતી, અને એક સ્ટીલના ડબ્બામાં થોડું પાણી અને હળદર મંગાવ્યા હતા.

અમદાવાદ: 2000ના છુટ્ટા આપવાનું 'ધરમ' પૂજારીને લાખોમાં પડ્યું, ગઠિયો લઈ ગયો લાખ્ખોના દાગીના

અમદાવાદ: 2000ના છુટ્ટા આપવાનું 'ધરમ' પૂજારીને લાખોમાં પડ્યું, ગઠિયો લઈ ગયો લાખ્ખોના દાગીના

બાદમાં આ ગઠીયાએ કહેલ કે આ ડબ્બો થોડીવાર ધીમા તાપે ગેસ પર મૂકો થોડી વાર પછી બંગડી કાઢી લેજો. તેમ કહી ત્રણેય ગઠિયાઓ પલાયન થઈ ગયા હતા. જોકે થોડીવાર બાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ચારેય બંગડીઓ ગાયબ છે. જે અંગેની જાણ પોલીસને કરતાં પોલીસે હાલમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ બાદ ચોરી, લૂંટની ઘટનાનો સતત વધી રહી છે. ચોરો નવા નવા પેતરી અજમાવી લૂંટ ચલાવી રહ્યા છે. ગઈ કાલે પાલડી વિસ્તારમાં તસ્કરોએ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.  8મી ઓક્ટોબરના દિવસે રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ 28 નંગ ગેલ્વેનાઈઝના થાંભલા, 3 બ્રેકેટ અને 19 નંગ કેબલ એન્ટ્રી પાઇપને લો ગાર્ડન સામેના જાહેર માર્ગ પર ઉતાર્યા હતા.

જેનો ઉપયોગ લો ગાર્ડન પોલીસ ચોંકી સામેના જાહેર માર્ગ પર સ્ટ્રીટ લાઇટ લગાવવા માટે કરવાનો હતો. જો કે 19મી ઓકટોબરના દિવસે તેમની કંપનીના કર્મચારીઓ કામ કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે તમામ સામાન અહીંથી ગાયબ હતો.
Published by: kiran mehta
First published: October 31, 2020, 4:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading