અમદાવાદ: ભાઈના મિત્રના કાકાની મદદ લેવી પડી ભારે, મદદના બહાને ગુજાર્યો બળાત્કાર

અમદાવાદ: ભાઈના મિત્રના કાકાની મદદ લેવી પડી ભારે, મદદના બહાને ગુજાર્યો બળાત્કાર
પ્રતિકાત્મક તસવીર

સિલાઈ કામ કરવાવાળા કારીગરો ન હોવાનો લાભ લઇ આ ઓમ પ્રકાશે મહિલાને દિવાબત્તી કરવાનું જણાવી બાદમાં તે એકલી હોવાનો લાભ લઇ તેની કમર પકડી

  • Share this:
અમદાવાદ: શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં એક બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ભોગ બનનાર યુવતીએ તેના ભાઈના મિત્રના કાકા સામે આક્ષેપ કર્યા છે. મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે આરોપી ઓમ પ્રકાશે તેને નોકરીની અને લગ્નની લાલચ આપી તેની પર કારખાનામાં જ બળાત્કાર ગુજાર્યો હતો. અને આર્થિક તથા નોકરી ની સહાય કરી તેને જુદા જુદા પ્રલોભનો આપીને તેની સાથે વ્યવહાર કર્યો હતો. સમગ્ર બાબતને લઈને અમરાઈવાડી પોલીસે મહિલાની ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતી ૩૭ વર્ષીય યુવતી તેના પતિ સાથે ત્રણ વર્ષથી રહે છે. તેનો પતિ લેથ મશીન નું કારખાનું ધરાવી વેપાર કરે છે. તેના લગ્ન વર્ષ ૨૦૧૧માં થયા હતા. આ મહિલાના પિતા પણ સીલાઈ કામ કરતા હોવાથી તે યુવતી પણ તેમને મદદરૂપ થતી હતી. ત્યારે તેના ભાઈના મિત્ર સાથે તેની ઘણા વર્ષો પહેલા મુલાકાત થઈ હતી. પારિવારિક સંબંધો બંધાતા તે તેની સાથે અવારનવાર વાતચીત કરતી હતી.વર્ષ 2003માં તેના પિતાએ વસ્ત્રાલ ખાતે મકાન લીધું હતું. પરંતુ આવક ઓછી હોવાના કારણે મકાનના બાકીના રૂપિયા કરી શકાય તેમ ન હોવાથી વર્ષ 2005માં તેના ભાઈના મિત્રના કાકાએ તમને મદદ કરી આપવાની લાલચ આપી હતી. બાદમાં ઓઢવ ખાતે તેને નોકરી આપશે તેમ કહી તેને નોકરીએ રાખી હતી.

આ પણ વાંચો - અમદાવાદ: વેપારી સાથે પોલીસની લુખ્ખી દાદાગીરીનો Video વાયરલ, મારમારી ગાળો ભાંડી આપી ધમકી

વર્ષ ૨૦૦૬માં આ મહિલાએ નોકરી શરૂ કરી હતી ત્યારે ઓમ પ્રકાશ નામના શખ્સે તેને તેનું કામ વખાણી તેને ઊંચો હોદ્દો આપશે તેમ કહી તેને વિશ્વાસમાં લીધી હતી. એક દિવસ કારખાનામાં સિલાઈ કામ કરવાવાળા કારીગરો ન હોવાનો લાભ લઇ આ ઓમ પ્રકાશે મહિલાને દિવાબત્તી કરવાનું જણાવી બાદમાં તે એકલી હોવાનો લાભ લઇ તેની કમર પકડી લીધેલી અને બાદમાં તું મને ગમે છે તારી સાથે લગ્ન કરવા છે તેમ જણાવી તેના અડપલા કર્યા હતા અને બાદમાં લગ્નનો પ્રસ્તાવ મુકી અવારનવાર શારીરિક સંબંધો તેની મરજી વિરુદ્ધ બાંધ્યા હતા.

જોકે મહિલા આ બધું લગ્ન બાદ જ કરવાનું હોય તેમ કહેતા તે તેને અન્ય પ્રલોભનો આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. પરંતુ આ વ્યક્તિએ તેની સાથે લગ્ન ન કરતા અને બાદમાં મહિલાના અન્ય યુવક સાથે લગ્ન થઈ જતાં મહિલાએ તેના પતિને આ વાતની જાણ કરી હતી. જેથી મહિલાના પતિએ પણ આ બાબતને લઇને પોલીસ ફરિયાદ કરવાનું કહેતા મહિલાએ આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:September 26, 2020, 23:22 pm

ટૉપ ન્યૂઝ