પશ્ચિમ રેલવેના સિનિયર સેક્શન એન્જીનિયરને ભાગેડું જાહેર, 1.50 લાખની લાંચનો આરોપ

News18 Gujarati
Updated: September 26, 2019, 11:06 PM IST
પશ્ચિમ રેલવેના સિનિયર સેક્શન એન્જીનિયરને ભાગેડું જાહેર, 1.50 લાખની લાંચનો આરોપ
કાલુપુર રેલવે સ્ટેશનની તસવીર

વેસ્ટર્ન રેલવે અમદાવાદ ડીવીઝનના આરએસડબલ્યુ વિભાગમાં ફરજ બજાવતા સીનીયર સેક્શન એન્જીનીયર સોનુ કુમાર સામે રૂપીયા 1 લાખ 50 હજારની લાંચનો આરોપ છે.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદઃ પશ્ચિમ રેલવે (Western Railway) અમદાવાદ (Ahmedabad)ડિવિઝનના આરએસડબ્લ્યુ વિભાગમાં ફરજ બજાવતા સિનિયર સેક્શન એન્જીનીયર સોનુકુમાર મોર્યને ભાગેડું જાહેર કરવામાં આવ્યાં છે.

આરોપીએ (ACB)એસીબીના ફરિયાદી પાસેથી પશ્ચિલ રેલવેમાં સબલેટથી અંડરબ્રીજની કામગીરી પૂર્ણ થતાં ફાઇનલ પેમેન્ટ તથા સિક્યૂરીટી ડિપોઝીટના (Security Deposit) બીલની કામગીરી માટે લાંચની માંગણી કરી હતી. તારીખ 29 જુલાઇ 2017ના દિવસે આરોપી સોનુકુમારના માસીયાઇ ભાઇ ઉત્તમ રામદૌડ મોર્ટને લાંચની રકમ લેવા માટે મોકલતા જ રૂપીયા દોઢ લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી લીધા હતાં.

આ પણ વાંચોઃ-પહેલીવાર નકલી ચલણી નોટોના ધંધામાં આવેલા યુવકને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

જોકે એસીબીના અધિકારી દ્વારા સોનુકુમારના ઘરે તપાસ કરતાં જ તે પોલીસને જોઇને નાસી ગયેલ હતો. અને ત્યારબાદ નાસતો ફરે છે. સોનુકુમારએ મહેસાણા જિલ્લા સેશન્સ જજ (District Sessions Judge)સામે અગોતરા જામીન અરજી પણ દાખલ કરેલી હતી. જે કોર્ટ દ્વારા 13મી ઓગષ્ટના દિવસે નામંજૂર કરવામાં આવેલા છે. હાલમાં એસીબીએ સોનુકુમારની ધરપકડ કરવા માટે 70 મુજબનું વોરંટ મેળવીને વધુ તજવીશ શરૂ કરેલ છે.
First published: September 26, 2019, 11:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading