પ્લાનિંગ ઉપર પાણી ફરી વળ્યું! અમદાવાદમાં અદાવતમાં હત્યા કરે તે પહેલા ATSએ બે આરોપીને દબોચ્યા


Updated: June 6, 2020, 9:37 PM IST
પ્લાનિંગ ઉપર પાણી ફરી વળ્યું! અમદાવાદમાં અદાવતમાં હત્યા કરે તે પહેલા ATSએ બે આરોપીને દબોચ્યા
હથિયારની તસવીર

રાજુ ગેંડી અને કમલ નંદવાની વચ્ચે બબાલ ચાલી રહી હતી. જેને લઈ કમલની હત્યા માટે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતમાં એક સમય હતો જયારે આરોપી કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલાં પોલીસ ગિરફતમાં આવી જતા હતા. પરંતુ સમયની સાથે આરોપી પણ હોશિયાર થઈ ગયા. ATS ફરી વાર જૂની રીત પ્રમાણે આરોપીની ધરપકડ કરી છે. ATS માહિતીના આધારે 2 આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરી લીધી છે. આ લોકો હત્યાને અંજામ આપે તે પહેલાં પકડાઈ ગયા છે.

મળતી માહિતી પ્રમાણે ATSને માહિતી મળી હતી કે કેટલાક આરોપીઓ હત્યાનું પ્લાન (Murder Planing) કરી રહ્યાં છે અને તેમની પાસે હથિયાર પણ છે. જેથી ATS અને ક્રાઈમ બ્રાન્ચે સાથે દરોડા પાડી આરોપી સુધી પહોંચી ગયા અને તેમને ઝડપી પાડ્યો.

આ પણ વાંચોઃ-નસીબની બલિહારી! વતન જવા માટે અમદાવાદથી ચાલીને સુરત પહોંચ્યા, ટ્રેન બંધ થતાં 42 શ્રમિકો રઝળી પડ્યા

પોલીસેનું કેહવું છે કે હાલ 2 આરોપીઓની ધરપકડ કરી છે અને જેમાં સિકંદર મીર અને ભાઈલાલ આ 2 આરોપીઓ પકડાઈ ગયા અને 3 આરોપીઓ ફરાર છે. જેમાં રાજુ ઉર્ફે રાજુ ગેંડી,પ્રકાશ અને અલી આમ સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ-ભેજાબાજ શિક્ષિકા! એક સાથે 25 સ્કૂલોમાં ભણાવતી હતી, સરકારને લગાવ્યો એક કરોડ રૂપિયાનો ચુનો

ATSના પીઆઈ cr જાદવનું કેહવું છે કે રાજુ ગેંડી અને કમલ નંદવાની વચ્ચે બબાલ ચાલી રહી હતી. જેને લઈ કમલની હત્યા માટે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ આ લોકો હત્યાના આ પ્લાનમાં સફળ થાય તે પહેલાં ઝડપાઈ ગયા છે. આરોપીની પાસેથી 2 સ્વીફ્ટ ગાડી પણ મળી આવી છે. અને જેમાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે.
First published: June 6, 2020, 9:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading