રામ મંદિરના નિર્માણ માટે વિશ્વહિન્દુ પરિષદની ગુજરાતમાં હલચલ

News18 Gujarati
Updated: November 26, 2018, 1:39 PM IST
રામ મંદિરના નિર્માણ માટે વિશ્વહિન્દુ પરિષદની ગુજરાતમાં હલચલ
પ્રતિકાત્મક તસવીર

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતમાં ધર્મસભા યોજવાની હલચલ શરૂ કરી દીધી છે.

  • Share this:
અયોધ્યા આ વખતે આસ્થા અને રાજનીતિ બંને માટેની ચાવીરુપ બાબત બની ગઈ છે. રવિવારે વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યામાં એક ધર્મસભાનું આયોજન કર્યું હતું. આ ધર્મસભામાં લાખો રામભક્ત ભેગા થયા હતા. હવે અયોધ્યાની અસર ગુજરાતમાં આવનારા દિવસોમાં જોવા મળશે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતમાં ધર્મસભા યોજવાની હલચલ શરૂ કરી દીધી છે. ગુજરાતના વિવિધ 23 સ્થળોએ ધર્મસભા યોજવામાં આવશે. આ ધર્મસભામાં રામ મંદિર બનાવવા માટે આહ્વાન કરવામાં આવશે. આ ઉપરાંત 18મીથી 25મી ડિસેમ્બર સુધી ગુજરાતના વિવિધ મંદિરો બહાર રામધૂન કરવાની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતમાં 2,8, 9, 16, 18 એમ પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ દિવસે ધર્મસભા યોજાશે. આ ધર્મસભામાં સાધ્વી પ્રાચી સહિત વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણઈઓ ઉપસ્થિત રહેશે. વિશ્વહિન્દુ પરિષદના ગુજરાતના જનરલ સેક્રેટરી અશોક રાવલે જણાવ્યું હતું કે, આગામી મહિને ગુજરાતની શક્ય તેટલી સંસદીય બેઠકો ઉપર ધર્મસભા યોજવાનું અમારું આયોજન છે.

આ પણ વાંચોઃ-'રામ મંદિર મુદ્દે 11 ડિસેમ્બર બાદ PM મોદી લેશે મોટો નિર્ણય'

રામ જન્મભૂમિ ઉપર જ રામ મંદિર બંને તેમ પ્રત્યેક હિન્દુ ઇચ્છી રહ્યો છે. રામ મંદિર માટે અમે ત્રણ તબક્કાનો કાર્યક્રમ ઘડ્યો હતો. પ્રથમ તબક્કો અમે રામજન્મભૂમિ અંગેનો ખરડો સંસદમાં પસાર થાય તેના માટે રાષ્ટ્રપતિ દરેક રાજ્યના રાજ્યપાલને આવેદન પત્ર આપ્યું હતું. હવે ડિસેમ્બરમાં યોજાનાર બીજા તબક્કામાં અમે ભારતની લોકસભાની 500 બેઠકો ઉપર ધર્મસભા યોજીશું.

આ પણ વાંચોઃ- રામ મંદિરના પક્ષમાં ઉતરી મુસ્લીમ મહિલાઓ, કહ્યું - કસમ ખુદા કી મંદિર ત્યાં જ બનશે

18થી 25 ડિસેમ્બરના ત્રીજા તબક્કામાં વિવિધ ધાર્મિક સ્થાનની બહાર રામધૂન, ધર્મસભા યોજવા અમારું આયોજન છે. રામ મંદિરના નિર્માણની ઝૂંબેશમાં વિશ્વ હિન્દુ પરિષદ ઉપરાંત અન્ય હિન્દુ સંગઠનનો પણ જોડાઇ રહ્યા છે. રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના નેતા-બાબરી ધ્વંસ અભિયોગના આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર મહારાજ અમદાવાદમાં ઉપસ્થિત રહેવાના છે. આમ ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
First published: November 26, 2018, 10:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading