અમદાવાદ : Lockdownમાં પગાર ન કર્યો, ડ્રાઈવરનું મગજ છટક્યું તો શેઠની BMW ગાડી તોડી નાખી


Updated: June 19, 2020, 5:02 PM IST
અમદાવાદ : Lockdownમાં પગાર ન કર્યો, ડ્રાઈવરનું મગજ છટક્યું તો શેઠની BMW ગાડી તોડી નાખી
વાડજ પોલીસ સ્ટેશન (ફાઈલ ફોટો)

ડ્રાઈવર કિશન ભરવાડે કહ્યું, પગાર તો હું લઈને જ રહીશ, બાદમાં સાંજે શેઠ કાર લેવા ગયા તો ગાડીમાં તોડફોડ કરેલી હતી.

  • Share this:
અમદાવાદ: કોરોનાની મહામારીને કારણે અનેક ધંધા રોજગારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ સમયમાં અનેક લોકોના પગાર પણ નહોતા થયા. ત્યારે અનલોકના સમયે અનેક એવી ઘટનાઓ સામે આવી, જેમાં લોકોને મંદીના માર સહન કરવાની વાત પણ છતી થઈ હતી. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો.

ડ્રાઈવર લોકડાઉનના સમયમાં નોકરી કરતો હતો, બાદમાં તેને માર્ચ સુધીનો પગાર શેઠે આપ્યો હતો. પછી તે નોકરીએ ન આવતા તેને પગાર ન આપ્યો, જેથી ડ્રાઈવરનું મગજ છટક્યું અને શેઠની BMWમાં તોડફોડ કરી હતી. શેઠે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્કમટેક્સ પાસે જીતેન્દ્ર ચેમ્બરમાં રિયલ એસ્ટેટની ઓફિસ ધરાવતા અને લો ગાર્ડન પાસે રહેતા સુજલ રાવલે છ માસ પહેલા ડ્રાઈવરની જાહેરાત આપી હતી. જાહેરાત જોઈને આવેલા કિશન ભરવાડને નોકરી પર રાખ્યો હતો. લોકડાઉનને કારણે કિશને માર્ચ મહિનાથી નોકરીએ આવવાનું બંધ કર્યું હતું. ત્યાં સુધીનો પગાર પણ તેને ચૂકવી દેવાયો હતો. બાદમાં તે ન આવતા તેને પગાર આપવામાં આવ્યો નહોતો. અચાનક જ કિશન 15મી જૂને ઓફિસે પહોંચ્યો હતો. તે નોકરીએ ન આવતા હવે તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.


બાદમાં કિશને કહ્યું કે, પગાર તો હું લઈને જ રહીશ, બાદમાં સાંજે સુજલભાઈ તેમની BMW લેવા ગયા ત્યારે આગળ પાછળની લાઈટો તૂટેલી હતી, ગાડીમાં લિટા અને ગોબા પણ હતા અને આશરે બે લાખનું નુકશાન પહોંચ્યું હતું. સુજલભાઈએ કિશનને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. જેથી આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: June 19, 2020, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading