અમદાવાદ : TikTok ડાન્સરે મિત્રતા કરી મિત્રના ઘરે 'ડાકા ડાલા', ગજબ - ચાલુ રાજધાની ટ્રેનમાંથી ઝડપાયો


Updated: July 10, 2020, 9:03 PM IST
અમદાવાદ : TikTok ડાન્સરે મિત્રતા કરી મિત્રના ઘરે 'ડાકા ડાલા', ગજબ - ચાલુ રાજધાની ટ્રેનમાંથી ઝડપાયો
ટીકટોક ડાન્સર સાથે મિત્રતા થઈ, ટિકટોક મિત્રએ ઘરે આવી કરી ચોરી

ચાલુ રાજધાની ટ્રેનમાંથી 19 વર્ષના આરોપીની ધરપકડ કરી 10 લાખથી વધુ રોકડ રકમ અને સોનાના દાગીના કબજે લેવામાં આવ્યા

  • Share this:
અમદાવાદની રેલવે lcbએ સુત્રાપાડામાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢયો છે. રેલવે lcbએ ચાલુ રાજધાની ટ્રેનમાંથી 19 વર્ષના આરોપીની ધરપકડ કરી ચોરીમાં ગયેલ મુદ્દમાલ પણ કબ્જે કર્યું છે.

રેલવે lcbની ટિમ રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતી ત્યારે, આરોપી યુવક પોલીસને જોઈ આગળ પાછળ કરી રહ્યો હતો, જેથી પોલીસે તેને ટ્રેનમાં પકડી તપાસ શરૂ કરી હતી. જોકે ટ્રેન ચાલુ થઈ જતા પાલનપુર આરોપીને ઉતારી પાછો અમદાવાદ લઈ આવવામાં આવ્યો હતા અને જ્યાં તેની પાસે રહેલ બેગની તપાસ કરી તો બેગમાંથી 10 લાખથી વધુ રોકડ રકમ અને સોનાના દાગીના મળી આવ્યા હતા.

પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે, આરોપીએ ગીર સોમનાથમાંથી આ ચોરી કરેલ છે. મળતી માહિતી પ્રમાણે આરોપી નકુલ જાટવ મૂળ મેરઠનો રહેવાસી છે અને દિલ્હીમાં રહે છે અને હાલ બેકાર છે.

આ પણ વાંચોઅમદાવાદ : યુવતીએ કેવી રીતે વેપારીને પ્રેમજાળમાં ફસાવી હનીટ્રેપનું ષડયંત્ર રચ્યું? જાણો પૂરી કહાની, 6ની ધરપકડ

રેલવે lcbના pi આર એમ દવેનું કેહવું છે કે, આરોપી ટિક ટોકમાં ડાન્સનો વીડિઓ બનાવતો હતો અને ફરિયાદી સાથે તેની મિત્રતા સોશ્યિલ મીડિયા મારફતે થઈ હતી. ફરિયાદીએ તેને ગુજરાત ફરવા બોલાવ્યો હતો.
ફરિયાદી બિલ્ડીંગ કોન્ટ્રકટર છે અને અને આરોપી ફરિયાદીના ઘરે હતો ત્યારે ફરિયાદીને રૂપિયા મુકતા જોઈ ગયેલ અને ત્યારબાદ તેના ઘરમાંથી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. હાલ રેલવે lcbએ આરોપીને ગીર સોમનાથ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: July 10, 2020, 8:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading