Home /News /madhya-gujarat /રાજ્યમાં પવનની દિશા બદલાતાં અમદાવાદમાં 43 ડિગ્રી ઉપર તાપમાન રહેશે

રાજ્યમાં પવનની દિશા બદલાતાં અમદાવાદમાં 43 ડિગ્રી ઉપર તાપમાન રહેશે

રાજ્યમાં પવનની દિશા બદલાતાં અમદાવાદમાં 43 ડિગ્રી ઉપર તાપમાન રહેશે.

    અમદાવાદ: રાજ્યમાં પવનની દિશા બદલાતાં આવનારા દિવસોમાં કાળઝાળ ગરમીમાં હજી એકથી બે ડિગ્રી જેટલો વધારો થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 43 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની સંભાવના છે.

    મળતી વધુ વિગત મુજબ, પવનની દિશા બદલાતાં આવનારા દિવસોમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે. અત્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહે છે, પણ હવે એમાં એકથી બે ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં 43 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની સંભાવના હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવી છે.

    ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના રહેલી છે. સુરેન્દ્રનગર, ઈડર, અમરેલીમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેશે. અમદાવાદમાં 43 ડિગ્રીની ઉપર જવાની શક્યતા રહેલી છે. ગરમીના પ્રમાણમાં વધારો થવાની સાથે રોગોનું પ્રમાણ વધી શકે છે, એટલે બપોરના 12થી 4માં કામ વગર બહાર ન નીકળવાની હવામાન ખાતા દ્વારા વારંવાર જણાવવામાં આવે છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Heatwave, Temperature, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन