Home /News /madhya-gujarat /અમદાવાદમાં આજે તાપમાન 43-44 ડિગ્રી રહેશે, ગુજરાતના દરિયાકિનારે 'સાગર'નું સંકટ

અમદાવાદમાં આજે તાપમાન 43-44 ડિગ્રી રહેશે, ગુજરાતના દરિયાકિનારે 'સાગર'નું સંકટ

પ્રતિકાત્મક તસવીર

    અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે લોકો હેરાનપરેશાન થઈ રહ્યા છે. આજે પણ મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રીની આસપાસ રહેવાની રહેવાની આગાહી કરાઈ છે.

    મળતી વધુ માહિતી અનુસાર, રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રીની આસપાસ રહેશે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ મૂકવામાં આવ્યું છે. આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ નહિ પડે. સાગર સાઇક્લોનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગ દ્વારા અપાઈ છે.

    અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થઈ ગયું છે. વાવાઝોડુંનું નામ 'સાગર' આપવામાં આવ્યું છે. ગુજરાતના નવલખી બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદરનાં બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાગર વાવાઝોડુંને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

    આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે તેમ જ આગામી 48 કલાક મહત્તમ તાપમાન યથાવત રહેશે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Heat wave, Temperature, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन