Home /News /madhya-gujarat /

ધોરણ 10ના ગણિતના પેપરમાં વિદ્યાર્થીઓ કેમ નિરાશ થયા?

ધોરણ 10ના ગણિતના પેપરમાં વિદ્યાર્થીઓ કેમ નિરાશ થયા?

પ્રતિકાત્મક તસવીર

ભાષાનું પેપર અને વિજ્ઞાનના પેપરની સરખામણીમાં ગણિતનું પેપર અઘરું પુછાતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં અટવાઈ ગયા હતા.

અમદાવાદ: આમ તો ધોરણ 10ના ગણિતના પેપરમાં વિદ્યાર્થીઓ 100માંથી 100 માર્કસ લાવતા હોય છે. પરંતુ આ વખતે વિદ્યાર્થીઓ 100 માર્કસનું સ્કોરિંગ કરી શકશે કે કેમ તે સવાલ છે.. કારણ કે ધોરણ 10ની બોર્ડની પરિક્ષામાં ગણિતનું પેપર પ્રમાણમાં હાર્ડ નીકળતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં અટવાયા હતા. અને પરીક્ષા પૂર્ણ થતા પરીક્ષા ખંડમાંથી બહાર નીકળતા વિદ્યાર્થીઓના ચહેરા પર નિરાશા સાફ જોવા મળી રહી હતી. ગત વર્ષની સરખામણીએ ગણિતનું પેપર અઘરું હોવાનું વિદ્યાર્થીઓેએ જણાવ્યું હતું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ચાલી રહી છે તેમાં ધોરણ 10માં ત્રીજુ પેપર ગણિતનું પેપર પૂર્ણ થયું છે. જો કે અગાઉના ભાષાનું પેપર અને વિજ્ઞાનના પેપરની સરખામણીમાં ગણિતનું પેપર અઘરું પુછાતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં અટવાઈ ગયા હતા. ગણિતના પેપરે વિદ્યાર્થીઓની ખરી કસોટી થઈ ગઈ હતી. અન્ય પેપરોની સરખામણીમાં ગણિતનું પેપર ટવીસ્ટેડ હોવાનો મત વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો હતો. કુલ ગુણભાર 80માંથી 20 માર્કસનું ટવીસ્ટેડ પેપર રહ્યું હતું.

ગણિતના પેપરમાં એ, બી, સી સેક્શનમાંથી બી સેક્સન અને સી સેક્સન ખુબજ અઘરો રહ્યો હતો. ગણિતના પેપરમાં વેલ્યુઝ અને સમ્સ જે પુછાયા હતા તે ટવીસ્ટ કરીને પુછવામાં આવ્યા હતા. પરીક્ષા આપીને પરીક્ષા ખંડની બહાર આવી રહેલા વિદ્યાર્થીઓ સાથે ન્યુઝ 18 ગુજરાતીએ વાત કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ગણિતનું પેપર હાથમાં આવતા તેને જોઈને જ ડર લાગી ગયો હતો. પેપરમાં કન્ફ્યુઝીંગ ખુબજ હતું.

વિદ્યાર્થીઓએ આશા રાખી હતી કે આ વખતે એનસીઈઆરટી કોર્સ અમલમાં આવ્યો છે અને પ્રથમ વખત એનસીઈઆરટી છે તો પેપર પ્રમાણમાં સરળ હશે. પરંતુ વિદ્યાર્થીઓની એ આશા ઠગારી નીવડી હતી. અને પેપર અઘરું પુછાઈ ગયું હતું. એટલે કે પેપર સ્ટાઈલ જે હોય છે તેનાથી ડિફરન્ટ હતું. જેથઈ ગણિતના પેપરમાં ફુલ માર્કસ લાવવા મુશ્કેલ પડી રહેશે.

ઘણીવાર ધોરણ 10ના ગણિતના પેપરમાં ટેક્સબુકમાંથી બેઠે બેઠા દાખલા પુછાય જાય છે પરંતુ આ વખતે બેઠે બેઠા દાખલાની જગ્યાએ ટવીસ્ટ કરીને દાખલા પુછવામાં આવ્યા હતા તે પણ વિદ્યાર્થીઓને અઘરા લાગ્યા હતા. વિદ્યાર્થીઓ એવું પણ માની રહ્યાં છે કે હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થીઓએ 70 માર્કસની ધારણા કરી છે. એવરેજ વિદ્યાર્થીઓને 60ની આસપાસ માર્કસ આવશે તેવું લાગી રહ્યું છે.

મહત્વનું છે કે સામાન્ય રીતે ગણિતનો વિષય ધોરણ 10માં અઘરો માનવામાં આવે છે. મોટા ભાગે લોકો ગણિતના પેપરમાં ધાર્યા માર્કસ લાવી શકતા નથી.પરંતુ હોંશિયાર વિદ્યાર્થીઓ ગણિતના પેપરમાં 100માંથી 100 ગુણ લાવતા હોય છે જે માટે વિદ્યાર્થીઓએ પુરેપુરા માર્કસ લાવવા મહેનત કરી હતી પરંતુ વર્ષ 2018ની માફક આ વખતે 2020માં પણ ગણિતનું પેપર પ્રમાણમાં હાર્ડ નીકળતા પુરા માર્કસ લાવવા હોંશિયાર વિદ્યાર્થીઓને પણ ફાંફા પડશે તેવું વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે.
Published by:kiran mehta
First published:

Tags: Students

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन