રાજ્ય સરકારના 1 ઑક્ટોબરથી ફરજિયાત ઈ-સ્ટેમ્પિંગના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો

News18 Gujarati
Updated: September 26, 2019, 9:32 PM IST
રાજ્ય સરકારના 1 ઑક્ટોબરથી ફરજિયાત ઈ-સ્ટેમ્પિંગના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો
આ સમગ્ર મામલે અરજદાર સુરેશભાઇ સિંગલે એજવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે હાઇકોર્ટ સમક્ષ રિટ કરીને એવી રજૂઆત કરી છે કે, આ બન્ને ધારાસભ્યોએ તેમના મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી તેમને આ ચૂંટણી લડવાથી રોકવા જોઇએ. એટલું જ નહીં હાલમાં આ બંન્ને વિરૂદ્ધ હાઇકોર્ટમાં થયેલી અરજીમાં સ્પીકર તેમના વિશે નિર્ણય લેશે તેવી બાહેંધરી અપાઇ છે. ત્યારે જ્યાં સુધી વિધાનસબાના સ્પીકર બન્નેને યોગ્ય કે અયોગ્ય ઠેરવવાના મુદ્દે કોઇ નિર્ણય ન કરે ત્યાં સુધી તેમને ચૂંટણી લડવાની કોઇ સત્તા નથી. તે ઉપરાંત ચૂંટણી પંચે પણ પહેલા ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરી હતી અને ત્યારબાદ કોઇ કારણોસર તેમણે રાધનપુર અને બાયડની ચૂંટણી અંગેનું પરિપત્ર કર્યું છે. જે પણ શંકા ઉપજાવતી બાબત છે.’

સરકારના નિર્ણયને સ્ટેમ્પ વેન્ડર્સે હાઇકોર્ટમાં પડકારાયો છે અને આ નિર્ણયને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવ્યો છે.

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: ૧ ઓક્ટોબરથી ફરજીયાત ઈ-સ્ટેમ્પઇંગના રાજ્ય સરકારના નિર્ણયને સ્ટેમ્પ વેન્ડર્સે હાઇકોર્ટમાં પડકારાયો છે અને આ નિર્ણયને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવ્યો છે. પિટિશન અનુસાર અરજદારો જણાવે છે કે સેલ્સ રૂલ્સની જોગવાઈ મુજબ સ્ટેમ્પ પેપરના ફેસ વેલ્યુ પર દરેક સ્ટેમ્પ વેન્ડરને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. સ્ટેમ્પ પેપરના વેચાણ માટે રૂ. 100, આપવામાં આવેલ ડિસ્કાઉન્ટ 3% છે, જ્યારે સ્ટેમ્પ પેપર વેચવાના કિસ્સામાં રૂ. 100 / -, સ્ટેમ્પના ફેસ વેલ્યુના 1% જેટલા ફ્લેટ ડિસ્કાઉન્ટ દરેક સ્ટેમ્પ વિક્રેતાને આપવામાં આવે છે. અરજદારો, હાલની અરજીના માધ્યમથી, ગુજરાત સ્ટેમ્પ સપ્લાઇ અને સેલ્સ (સુધારો) નિયમો, ૨૦૧૯ દ્વારા ઘડવામાં આવેલા નિયમોની કાયદેસરતા, માન્યતા અને સમર્થતા પડકારવા વિનંતી કરે છે, જેના હેઠળ નિયમ 8Aએ દાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાત સ્ટેમ્પ પુરવઠો અને વેચાણ નિયમો, 1987 માં (ત્યારબાદ "વેચાણના નિયમો" તરીકે ઓળખાય છે) કારણ કે ઉપરોક્ત નિયમો ગુજરાત સ્ટેમ્પ એક્ટ, 1958 ની સંબંધિત જોગવાઈ હેઠળ સોંપેલ રાજ્ય સરકારની સત્તાની બહાર છે. (1958 ના એક્ટ નંબર LX ) (ત્યારબાદ "સ્ટેમ્પ એક્ટ" તરીકે ઓળખાય છે) અને ભારતીય સ્ટેમ્પ એક્ટ, 1899 (1899 નો એક્ટ નંબર 2) (ત્યારબાદ "આઈએસ એક્ટ" તરીકે ઓળખાય છે) આ નિયમ દાખલ કરીને, ફિઝિકલ સ્ટેમ્પના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકેલ છે અને સ્ટેમ્પ ડ્યુટીને ફક્ત ફ્રેન્કિંગ મશીનો દ્વારા ઇ-સ્ટેમ્પિંગ દ્વારા ચુકવવાનો આદેશ આપવામાં આવ્યો છે, કેમ કે તે સ્ટેમ્પ એક્ટમાં સમાવિષ્ટ જોગવાઈઓનું ઉલ્લંઘન છે, તેટલું જ, કલમ H અને K માં કલમ 2 ની જોગવાઈમાં છે. સ્ટેમ્પ એક્ટની સેક્શન 69 સાથે સેક્શન 71 અને 72 હેઠળ રાજ્ય સરકારને વધરાની સત્તા આપવામાં આવી છે, તેથી ભારતના બંધારણના આર્ટિકલ 14, 19 અને 21 નું ઉલ્લંઘન છે. કેસ ની વધુ સુનવણી આવતી કાલે હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છેકે હાલ માંજ આ સન્દ્રભે હાલમાં જ ગુજરાત બાર એસોસિયેશનના સભ્યોએ મહેસૂલ મંત્રીને એક આવેદનપત્ર મોકલ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે 1 ઓક્ટોબરથી જો ઈ-સ્ટેમ્પઇંગ નો નિર્ણય અમલમા આવશે તો ગુજરાતના 1200 સ્ટેમ્પ વેન્ડર બેરોજગાર બનશે. આ સ્ટેમ્પ વેન્ડરો એ આટલા ફકત સ્ટેમ્પ વેન્ડર તરીકે જ કામ કર્યું છે તેઓ પાસે બીજો કોઈ વ્યવસાય કરવા નો વિકલપ નથી. આ સ્ટેમ્પ વેન્ડર માં મોટા ભાગના સ્ટેમ્પ વેન્ડર ૫૦ વર્ષથી ઉપરની વયના છે અને તેમને કોમ્પ્યુટરનું કોઈ જ્ઞાન નથી. જો આ સ્ટેમ્પ વેન્ડરો ના ભવિષ્યનો વીચાર નહીં કરવામાં આવે અથવા તેમને વૈકલ્પિક રોજગારી આપવાનો કોઈ નિર્ણય સત્વરે નહીં લેવાય તો આ સ્ટેમ્પ વેન્ડરો અને તેમનો પરિવાર રોડ ઉપર આવી જશે. સરકાર જો ઈ-સ્ટેમ્પિંગ નો અમલ ૧ ઓક્ટોબરથી કરશે તો આ સ્ટેમ્પ વેન્ડરો પાસે જે અંદાજે રૂ.60 કરોડ ના ફિઝિકલ સ્ટેમ્પ પડ્યા છે તેનું શું? અંદાજે રૂ.350 કરોડ નાં ફિઝિકલ સ્ટેમ્પ ટ્રેઝરી માં પડ્યા છે તેનું શું? આ સાથે એ પણ પ્રશ્ન ઉઠવા પામ્યો છે કે ઈ સ્ટેમ્પિંગ માટે પૂરતા ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રો નથી તથા પૂર્તિ વ્યવસ્થા કરીને ઈ-સ્ટેમ્પિંગ તથા ફ્રેન્કિંગ સરળતાથી મળી રહે તેવી પણ કોઈ જોગવાઈ હજુ સુધી કરવામાં આવી નથી. બીજું કે જાહેર જનતાને ઈ-સ્ટેમ્પિંગ કેવી રીતે કરવું કે ઈ-સ્ટેમ્પિંગ કેવી રીતે મલે તેની કોઈ માહિતી નથી તથા પક્ષકારોએ લેનાર આપનાર વિશેની માહિતી ભરવી અને ફોર્મ ભરવું તે પક્ષકારો માટે દયનીય સ્થિતિ ઉભી કરે તેવું છે અને વકીલ તથા જાહેર જનતા ને પારાવાર મુશ્કેલી ઉભી થાય તેમ છે. આ ઠરાવ થી જાહેર જનતા તથા વકીલો માટે બહુ મુશ્કેલી સભર ઠરાવ છે તથા આનાથી વકીલો તથા નોટરીશ્રીઓને ધંધા ઉપર અસર થાય તેમ છે.

સરકાર શ્રી દ્વારા ફ્રેન્કિંગ નો ઉપયોગ કરવા માટે ઠરાવેલ છે પરંતુ હાલમાં અમુકજ બેંકમાં આ સુવિધા ઉપલબ્ધ છે અને તે પણ ફક્ત બેન્કિંગ સમય પૂરતી જ ઉપલબ્ધ છે. અમારી માંગ છે કે તમામ રાષ્ટ્રીયકૃત બેંકો, કોર્પોરેશન બેન્કો તથા ખાનગી બેંકોમાં ફ્રેન્કિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવી જોઈએ જેથી જાહેર જનતા અને વકીલો ફ્રેન્કિંગનો ઉપયોગ કરી શકે. આ આવેદનમાં વિનંતી કરવામાં આવી છે કે હાલ પૂરતો ઈ-સ્ટેમ્પિંગ નો નિર્ણય મોકૂફ રાખવામાં આવે અને ફિઝિકલ સ્ટેમ પૂર્ણ ના થાય તથા ઈ-સ્ટેમ્પિંગ તથા ફ્રેન્કિંગ ની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન થાય અને બેકાર બનતા સ્ટેમ્પ વેન્ડર વિશે યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી આ ઠરાવ નો અમલ મોકૂફ રાખવો જોઈએ. આ પ્રકારનું આવેદનપત્ર ગુજરાત બાર કાઉન્સીલ ના સભ્યો દ્વારા મહેસૂલ મંત્રીશ્રી કૌશિક પટેલ ને પણ અગાઉ ટપાલ મારફતે મોકલવામાં આવ્યું છે.
First published: September 26, 2019, 9:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading