રાજ્ય સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું, અમદાવાદમાં 144ની કલમ લાગુ ન હોય તો અરાજકતા સર્જાય


Updated: February 6, 2020, 8:31 PM IST
રાજ્ય સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું, અમદાવાદમાં 144ની કલમ લાગુ ન હોય તો અરાજકતા સર્જાય
અમદાવાદ રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલ શહેર હોવાનો સોગંદનામામાં એકરાર કર્યો

અમદાવાદ રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલ શહેર હોવાનો સોગંદનામામાં એકરાર કર્યો

  • Share this:
અમદાવાદ : પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામાના બચાવમાં રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામુ કર્યું છે. અમદાવાદ રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલ શહેર હોવાનો સોગંદનામામાં પોલીસે એકરાર કર્યો છે. જો શહેરમાં 144ની કલમ લાગુ ન હોય તો શહેરમાં અંધાધૂંધી અને અરાજકતાની પરિસ્થિતિ સર્જાઈ શકે એવો પોલીસનો દાવો છે.

2002ના રમખાણો, પાટીદાર અનામત આંદોલન, ઉના કાંડથી માંડીને NRC અને CAAના વિરોધમાં નીકળતી રેલીઓ અને ધરણા પ્રદર્શનોના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાની પણ કોર્ટમાં સરકાર દ્વારા રજૂઆત કરવામા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ચાર લોકોથી વધુને ભેગા થવા પર સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવવાના મામલે હાઇકોર્ટમાં થયેલી પિટિશનના પગલે કોર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. 2016થી અમદાવાદ શહેરમાં એક દિવસ પણ એવો નથી કે જ્યારે શહેરમાં પોલીસ કમિશનરે બહાર પાડેલું જાહેરનામુ અમલમાં ન હોય. 144ની કલમ નો દુરુપયોગ વ્યાજબી નહીં હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું. સતત 144ની કલમ લગાવેલી રાખવી એ લોકોમાં એવો સંદેશો મોકલે છે કે ગુજરાતમાં રહેવું સુરક્ષિત નથી.

આ પણ વાંચો - અમદાવાદ : ડીસીપીએ જાતે જ બુલડોઝર ચલાવી કરોડો રુપિયાના દારૂનો નાશ કર્યો

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ સમય માટે 144ની કલમ લગાવાય તો એ હજુ પણ વ્યાજબી છે પણ છેલ્લા ચાર વર્ષથી સતત 144ની કલમ શહેરમાં લગાવી રાખવી એ વ્યાજબી નહીં હોવા નું કોર્ટનું પ્રાથમિક અવલોકન હતુ. રાજ્ય સરકારને સોગંદનામું કરવા માટે હાઇકોર્ટે આદેશ કર્યો હતો. સીઆરપીસીની કલમ 144 અને બોમ્બે પોલીસ એકટની કલમ 37ના શહેરમાં સતત અમલ સામે ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (આઈઆઈએમએ) અને અન્ય ચાર અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર આપ્યો છે. તાજેતરમાં પોલીસે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એકટ (સીએએ) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) લાવવાની હિલચાલ સામે દેખાવો કરવા પરવાનગી ન આપતા એવું કારણ આપ્યું હતું કે પ્રતિબંધાત્મક આદેશો શહેરમાં લાગુ છે.
First published: February 6, 2020, 8:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading