અમદાવાદ: લોકડાઉનમાં લોકો પોતાના ઘરે જ રહીને બને તેટલુ વાયરસથી સંક્રમિત ન થાય તેની કાળજી રાખતા હતા. તેવામાં એક યુવક તેની પત્ની અને બાળકોને લઈને સાસરે રહેવા જતો રહ્યો હતો. પણ ઘર બન્ધ ભાળીને તસ્કરોએ આ તકનો લાભ લઈને ઘર સાફ કરી નાખ્યું હોવાની અજીબ ઘટના બની છે. ગુજરાત યુનિ. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
પંચવટી બીજી લાઈન પાસે શ્રીનગર સોસાયટીમાં રહેતા અભિષેક ભાઈ શોધન પત્ની અને બાળકો સાથે રહે છે. તેઓ મીઠાખળી ખાતે આઇટી કંપની ધરાવી વેપાર કરે છે. કોરોના મહામારીને લઈને લોકડાઉન આવતા જ તેઓ ગત. 21 માર્ચ ના રોજથી જ પત્ની અને બાળકો સાથે બોપલ સસરા ના મકાને રહેવા હતા રહ્યા હતા. તેમના ઘરમાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા હતા.
તેમના ઘરનું વાઇફાઇ સીસીટીવી કેમેરાના ડીવીઆર સાથે કનેક્ટ પણ રાખ્યું હતું. ગત. 2 મે ના રોજ તેમના ફોનમાં વાઇફાઇ ડિસ્કનેક્ટ થયું હોવાનો મેસેજ આવ્યો હતો. પણ કોઈ ટેક્નિકલ કારણ માનીને તેઓએ ધ્યાન આપ્યું ન હતું. બાદમાં પોતાનાએ મકાને રહેવા જવાનું હોવાથી ઘર સેનિતાઈઝ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.
જે લોકો ગત. 4 મે ના રોજ ઘર સેનિતાઈઝ કરવા પહોંચ્યા તે લોકોએ ઘરનું તાળું તૂટેલું જોયું હતું. અભિષેક ભાઈને જાણ કરતા તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા. ઘરે જઈને જોયું તો કોમ્પ્યુટર, ટી.વી., ડીવીઆર, ઇલેક્ટ્રિક સ્વીચ સહિતનો સામાન ચોરી થઈ ગયો હતો. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે આઇપીસી 380,454,457 મુજબ ગુનો નોંધી તસ્કરોને શોધવા તજવીજ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર