ગુજરાતમાં સ્થિતિ ગંભીર! સતત ચોથા દિવસે કોરોનાના 800થી વધુ કેસ, રાજ્યમાં વધુ 13ના મોત

News18 Gujarati
Updated: July 12, 2020, 9:05 PM IST
ગુજરાતમાં સ્થિતિ ગંભીર! સતત ચોથા દિવસે કોરોનાના 800થી વધુ કેસ, રાજ્યમાં વધુ 13ના મોત
ફાઈલ તસવીર

ગુજરાતમાં સતત ચોથા દિવસે 800થી વધારે કોરોના પોઝિટિવ (corona positive) કેસ નોંધાયા છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં 879 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતના કોરોનાના કુલ કેસ 41906એ પહોંચ્યો છે.

  • Share this:
અમદાવાદઃ ચીનથી (china) શરૂ થયેલા કોરોના વાયરસે (coronavirus) અત્યારે આખી દુનિયાને હચમચાવી દીધી છે. ત્યારે ભારત (India) અને ગુજરાત (Gujarat) પણ બાકાત રહ્યા નથી. ભારતની સ્થિતિ ધીમે ધીમે બગડતી જતી હોય એવું લાગી રહ્યું છે. વિશ્વમાં કોરોના સંક્રમિત દેશોમાં ત્રીજા નંબર ઉપર આવી ગયો છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સતત ચોથા દિવસે 800થી વધારે કોરોના પોઝિટિવ (corona positive) કેસ નોંધાયા છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં 879 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતના કોરોનાના કુલ કેસ 41906એ પહોંચ્યો છે.

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 13 પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આજના 13 કોરોના દર્દીઓના મોત સાથે ગુજરાતમાં કુલ 2047 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 513 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી 29,198 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોધાયેલા કોરોના કેસોની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે સુરતમાં 251 અને અમદાવાદમાં 172 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરામાં 75, ભાવનગર, રાજકોટમાં 46-46, જૂનાગઢમાં 42, ગાંધીનગરમાં 29, મહેસાણામાં 23, સુરેન્દ્રનગરમાં 21, મોરબીમાં 19 કેસ નોંધાયા છે.

સાથે સાથે ખેડા, વલસાડ, અમરેલીમાં 16-16, ભરૂચમાં 14, બનાસકાંઠામાં 13, આણંદ, નવસારીમાં 11-11, પંચમહાલમાં 10, દાહોદમાં 9, કચ્છમાં 7, ગીર-સોમનાથ, જામનગરમાં 6-6, બોટાદમાં 5, પાટણમાં 4, સાબરકાંઠા, છોટાઉદેપુરમાં 3-3, અરવલ્લી, તાપીમાં 2-2, મહીસાગરમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 મૃત્યુ આંકની જિલ્લાવાર વાત કરીએ તો સરતમાં 5, અમદાવાદમાં 4, જૂનાગઢમાં 2, ખેડા અને રાજકોટમાં 1-1 મૃત્યુ થયા છે.

આ પણ વાંચોઃ-મંત્રી પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ વિવાદ: સુરત પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા સુનિતા યાદવ, પોલીસ સાથે થઈ રકઝક

અમદાવાદમાં નવા 172 કેસ નોધાયા જ્યારે 4 લોકોના મોત11 જુલાઈની સાંજથી 12 જુલાઈની સાંજ સુધીમાં શહેરમાં 152 જ્યારે જિલ્લામાં 20 કેસ મળીને કુલ 172 કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરમાં 125 અને જિલ્લામાં 8 દર્દી મળી કુલ 133 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો 23,083 અને મૃત્યુઆંક 1518 થયો છે. તેમજ કુલ 17,922 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. તેમજ છેલ્લા 5 દિવસમાં ત્રણ વાર 4 મોત જ નોંધાયા છે. આ પહેલા 7 જુલાઈએ અને 11 જુલાઈએ 4 મોત થયા હતા.

આ પણ વાંચોઃ-સાવધાન! ફેફસાંને જ નહીં પરંતુ કિડની, લીવર, હાર્ટ સહિત શરીરના આટલા બધા અંગો ઉપર હુમલો કરે છે કોરોના

આ પણ વાંચોઃ-જોવા મળશે અદભૂત નજારો! 14 જુલાઈથી 20 દિવસો સુધી ભારતના આકશમાં દેખાશે અનોખો ધૂમકેતૂ

સુરતમાં છેલ્લા 24 કલાકમાં 251 કેસ નોંધાયા અને 5 દર્દીના મોત
સુરતમાં 11 જુલાઈથી 12 જુલાઈની સાંજ સુધીમાં 251 નવા કેસ નોંધાયા છે જ્યારે 5 દર્દીના મોત થયા છે અને 189 દર્દી સાજા થયા છે. આમ રાજ્યમાં સુરતમાં સૌથી વધુ નવા કેસ અને મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 205 નવા કેસ અને 3 દર્દીના મોત થયા છે

જિલ્લામાં 46 નવા કેસ અને 2 દર્દીના મૃત્યુ થયા છે. તેમજ શહેરમાં 3 અને જિલ્લામાં 2 દર્દીના મોત થયા છે. જ્યારે શહેરમાં 147 અને જિલ્લામાં 42 દર્દી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં શહેરમાં 7,112 અને જિલ્લામાં 1,260 મળીને કુલ 8,372 કેસ નોંધાઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક 329(શહેરમાં 292 અને જિલ્લામાં 37)થયો છે અને જિલ્લાના 602 મળીને કુલ 5018 દર્દી સાજા થઈ ચૂક્યા છે.
Published by: ankit patel
First published: July 12, 2020, 8:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading