અમદાવાદ: શિક્ષકોને નોકરીમાંથી કાઢી મુકવાનું સ્કૂલનું કારસ્તાન, કપાત પગારના ફોર્મ પર ફરજીયાત સહી કરાવી

અમદાવાદ: શિક્ષકોને નોકરીમાંથી કાઢી મુકવાનું સ્કૂલનું કારસ્તાન, કપાત પગારના ફોર્મ પર ફરજીયાત સહી કરાવી
કોરોનાને લઇને હાલમા સ્કુલો બંધ છે અને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામા આવી રહ્યુ છે ત્યારે શહેરની નામાંકિત સ્કુુલે પોતાનો અસલી રંગ બતાવ્યો છે.

કોરોનાને લઇને હાલમા સ્કુલો બંધ છે અને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામા આવી રહ્યુ છે ત્યારે શહેરની નામાંકિત સ્કુુલે પોતાનો અસલી રંગ બતાવ્યો છે.

  • Share this:
અમદાવાદ : કોરોના કાળમાં શિક્ષણ વિભાગ દ્વારા કોઇપણ શિક્ષકને નોકરીમાંથી બરતરફ અથવા તો સ્કુલમાંથી ટર્મીનેટ ન કરવાનો આદેશ આપવામા આવ્યો છે તેમ છતાં પણ શહેરની ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા શિક્ષકોને ટર્મીનેટ કરવા કારસ્તાન કર્યું હોવાનો આક્ષેપ શિક્ષકે કર્યો છે. સ્કૂલના શિક્ષકોને પાંચ મહિના સુધી કપાત પગારે રજા પર જવાના ફોર્મ પર સહી કરવી લીધા ની ફરિયાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ને કરવામા આવી છે. અને શિક્ષણમંત્રી ને પણ લેખિત માં ફરિયાદ કરાઈ છે.

કોરોનાને લઇને હાલમા સ્કુલો બંધ છે અને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામા આવી રહ્યુ છે ત્યારે શહેરની નામાંકિત સ્કુુલે પોતાનો અસલી રંગ બતાવ્યો છે. હંમેશા વિવાદમાં રહેલી ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા શિક્ષકોને ટર્મીનેટ કરવાનો પેતરો રચ્યો છે અને આગામી પાંચ મહિના સુધી કમ્પલસરી લીવ વિધાઉટ પે કરી દેવામા આવતા શિક્ષકોએ ડીઇઓમાં ફરિયાદ કરી છે.અમનદીપસિંગ નામના શિક્ષકે જણાવ્યુ કે, સરકારનો આદેશ છતા પણ સ્કુલ દ્વારા મનમાની ચલાવવામા આવી રહી છે અને જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓએ સ્કુલની ફી ભરી દીધી છે તેમ છતા પણ શિક્ષકોને નોકરી છોડી દેવા માટે દબાણ કરવામા આવી રહ્યુ છે. સ્કુલ દ્વારા હાલમાં 5 જટેલા શિક્ષકોને દબાણ કરીને રાજીનામુ અપાવી દેવામા આવ્યુ છે સાથે સાથે અન્ય 9 શિક્ષકોને આગામી પાંચ મહિના સુધી લીવ વિઘાઉટ પે આપી દેવામા આવી છે.

અમદાવાદ: મકાન તૂટી પડતા પુત્રનું મોત: પિતાએ પણ કરી લીધુ આત્મવિલોપન, પુત્ર બાદ પિતાનું મોત

અમદાવાદ: મકાન તૂટી પડતા પુત્રનું મોત: પિતાએ પણ કરી લીધુ આત્મવિલોપન, પુત્ર બાદ પિતાનું મોત

આ સમગ્ર મામલે ડીઇઓ આગામી સમયમાં સ્કુલ પાસે ખુલાસો માગંશે તેવી બાંહેધરી આપી છે. આ અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય ના અધિકારી વિમલ શર્માએ જણાવ્યું કે અમને શિક્ષકો તરફથી અરજી મળી છે. આ મામલે શાળામાં જઈને વિગતવાર તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો -  Video: દાહોદ રેલવે સ્ટેશન પર RPF જવાને મુસાફરનો જીવ બચાવ્યો - ઘટના CCTVમાં કેદ

મહત્વનું છે કે, દિવાળી ના તહેવાર સમયે જ GIS સ્કુલ દ્વારા શિક્ષકો ને સ્કૂલમાંથી તગેડી મુકવાનો પેતરો રચ્યો છે તેવામાં શિક્ષકોની મુશ્કેલી વધી છે. શિક્ષકોએ આ મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાને પણ રજુઆત કરાઈ છે. અગાઉ પણ જીઆઇઆઇએસ સ્કુલ વિવાદમાં આવી ચુકી છે. વિદ્યાર્થી પાસે એફઆરસીથી વધુની ફી લેવા અને વિદ્યાર્થીઓને સ્કુલમાં પ્રવેશ ન આપવાને લઇને સ્કુલ સામે ડીઇઓ દ્વારા કાર્યવાહી કરવામા આવી હતી ત્યારે શિક્ષકોને ટર્મીનેટ મુદ્દે ડીઇઓ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યું.
Published by:kiran mehta
First published:November 11, 2020, 19:32 pm