સાવધાન! ધંધા માટે લોન કરી આપવાના નામે કૌભાંડ, અનેક લોકો રડ્યા

News18 Gujarati
Updated: October 30, 2019, 9:35 PM IST
સાવધાન! ધંધા માટે લોન કરી આપવાના નામે કૌભાંડ, અનેક લોકો રડ્યા
પ્રતિકાત્મક તસવીર

લોકોની મજબુરીનો ફાયદો ઉપાડી આરોપીઓએ કૌભાંડ કરી નાખ્યુ છે. હાલ 28 લાખનુ કૌભાંડ સામે આવ્યુ ત્યારે આ કૌભાંડનો આકંડો વધી શકે તેમ છે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદ: જો તમે કોઈ ધંધો કરવાના વિચારી રહ્યા છો અને લોનની જરુર છે તો થઈ જજો સાવધાન. અમદાવાદના વટવા વિસ્તારમાં અનેક લોકોની મજબુરીનો ફાયદો ઉપાડી આરોપીઓએ કૌભાંડ કરી નાખ્યુ છે. હાલ 28 લાખનુ કૌભાંડ સામે આવ્યુ છે ત્યારે આ કૌભાંડનો આકંડો વધી શકે તેમ છે.

પોલીસે અમરજીત અવધીયા નામના શખ્સોની ધરપકડ કરી છે અને આરોપીએ પોતાના અન્ય સાગરિતો સાથે મળી અનેક ગરીબ લોકોને રડતા કરી નાખ્યા છે અને હાલ તે લોકો પોલીસ પાસેથી મદદ માંગી રહ્યા છે. આરોપીએ અનેક લોકોને નવા ધંધા ખોલવા માટે લોન અપાવવાનુ કહી તેમની પાસે જરુરી દસ્તાવેજો મેળવી લીધા અને તેમની સહીઓ કરાવી બેંકમાંથી લોનો પણ મેળવી લીધી છે.

નોંધનીય છે કે પાંચથી છ લોકોના લોન પાસ કરાવી પરંતુ, એક વ્યકિતને 11 લાખમાંથી માત્ર 5 લાખ આપ્યા, જ્યારે બાકીના અન્ય લોકોને તો એક પણ રુપિયો આપ્યો નહીં અને છેતરપિંડી કરી નાખી છે. આરોપીએ લોન કરાવી રકમ પોતાના સગાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હોવાનુ સામે આવ્યુ છે.

વાંત કંઈ એમ છે કે, આરોપીએ કહ્યું હતું કે, તેને બેંકમાં ઓળખાણ છે. તેમ કહી જરુરીયાતમંદ લોકો પાસેથી દસ્તાવેજો લઈ અને સહીઓ કરાવી લોન કરાવી દીધી હતી. પરંતુ, લોનની રકમ તેમની પાસે આવી નહી. ભોગ બનનારા લોકોને જ્યારે ઈએમઆઈ માટે મેસેજ આવ્યો બેંકમાંથી ત્યારે ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી ગઈ છે, જેથી તેમને અમરજીતનો સંપર્ક કર્યો અને તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. જેથી લોકોએ પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.

મહત્વનુ છે કે, આવી લોનમાં બેંકને પણ સ્થળ તપાસ કરવાની હોય છે અને ધંધા માટે જે મશીનરીની વાત કરી હતી તે મશીનરી લાગી કે કેમ અને કામ ચાલુ થયું કે કેમ તે તપાસ કર્યા બાદ લોનની રકમ રીલીઝ કરવાની હોય છે. પરંતુ, આમા બેંકની સંડોવણી છે કે કેમ તેની પણ પોલીસે તપાસ શરુ કરી છે. આ મામલે જે ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર રાજપાલ રાણાનું કહેવુ છે કે, આવી રીતે તેણે દેવ ગારમેન્ટસ, ચાંદની ગારમેન્ટસની સાથો સાથ આવા અન્ય લોકો સાથે પણ 28 લાખની છેતરપિંડી કરી છે. હાલ તો પોલીસે આ કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી છે, ત્યારે અન્ય કેટલા આરોપીઓ સામેલ છે તેની તપાસ શરુ કરી છે.
First published: October 30, 2019
વધુ વાંચો
अगली ख़बर