Home /News /madhya-gujarat /

આજે ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે

આજે ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે

પ્રતિકાત્મક તસવીર

આજે ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. બપોરે 12 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી શાળાએ માર્કશીટ અને પ્રમાણપત્રો મેળવી લેવાના રહેશે

    ધોરણ 12 સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ગાંધીનગર ખાતે લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. આજે જ માર્કશિટ અને પ્રમાણપત્રનું વિતરણ નિયત સ્થળો પર કરવામાં આવશે.

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે કે, આજે ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. બપોરે 12 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી શાળાએ માર્કશીટ અને પ્રમાણપત્રો મેળવી લેવાના રહેશે.

    ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવી હતી. જેમાં સાયન્સની પૂરક પરીક્ષામાં 11629 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Announced, Results, Saturday, Standard 12 science supplementary examination results

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन