Home /News /madhya-gujarat /

રાજયમાં અનેક જગ્યાએ વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

રાજયમાં અનેક જગ્યાએ વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

    અમદાવાદ: સુર્યના પ્રકોપથી લોકો પરેશાન થઈ રહ્યા છે..માર્ચ,એપ્રિલ મહિનામાં પવનની દિશા અનેક વખત બદલાય જેના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી મોનસુન એક્ટિવિટીઝ શરુ થઈ છે.જેથી દિવસે ગરમી અને મોડી સાંજે વરસાદ પડે છે.વરસાદ પછી બફારાનુ પ્રમાણ વધી જાય છે.જો કે રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલમાં વરસાદની શક્યતા
    જણાઇ રહી છે. અમદાવાદ શહેરનુ તાપમાન 2 ડિગ્રી વધવાની શકયતા છે.



    હવામના વિભાગ દ્વારા આગાહી રવામાં આવી છે કે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે.2 દિવસ બાદ પારો ઉપર જવાની શક્યતા જણાઇ રહી છે.

    હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે.પારો પોતાનો પાવર બતાવી રહ્યો છે.ત્યારે આગામી દિવસોમાં પણ અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.પવનોની દિશા બદલાતા રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Possibility of rainfall, State GUJRAT, Weather forecast

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन