Home /News /madhya-gujarat /Ahmedabad News: ગુજરાતની એક માત્ર KD હોસ્પિટલને ભારત સરકારે આપ્યો NSCI સેફ્ટી એવોર્ડ

Ahmedabad News: ગુજરાતની એક માત્ર KD હોસ્પિટલને ભારત સરકારે આપ્યો NSCI સેફ્ટી એવોર્ડ

અમદાવાદ સ્થિત કુસુમ ધીરજલાલ હોસ્પિટલ NSCI સેફ્ટી એવોર્ડ હાંસલ કરનાર ગુજરાતની પ્રથમ હોસ્પિટલ

NSCI સેફ્ટી એવોર્ડ હાંસલ કરનાર ગુજરાતની એક માત્ર KD હોસ્પિટલ બની, ભારત સરકારે આપ્યોએવોર્ડ 

અમદાવાદ સ્થિત કુસુમ ધીરજલાલ હોસ્પિટલ NSCI સેફ્ટી એવોર્ડ હાંસલ કરનાર ગુજરાતની પ્રથમ હોસ્પિટલ બની છે. દેશની માત્ર બે હોસ્પિટલ પૈકી કુસુમ ધીરજલાલ હોસ્પિટલ (KD Hospital)ને સર્વિસ સેક્ટરમાં નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (NSCI)નો સુરક્ષા એવોર્ડ આપવામાં આવ્યો છે. આ હોસ્પિટલને સલામતિનાં સર્વોચ્ચ ધોરણો દાખવવા બદલ એનએસસીઆઈ એવોર્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યું છે. દર વર્ષે 4 માર્ચના રોજ નેશનલ સેફ્ટી ડે મનાવવામાં આવે છે અને એનએસસીઆઈ કામના સ્થળે સલામતિને પ્રોત્સાહન આપવા માટે આ દિવસે પરિણામ જાહેર કરે છે. આ વર્ષે 4 માર્ચના રોજ કેડી હોસ્પિટલે આ સન્માન હાંસલ કરનાર ગુજરાતની એક માત્ર હોસ્પિટલ બની છે.

એનએસસીઆઈએ ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા 1996માં સ્થપાયેલ મધ્યસ્થ સંસ્થા છે. એનએસસીઆઈનો ઉદ્દેશ, માર્ગ સલામતિ, કામના સ્થળે સલામતિ, માનવ આરોગ્ય સલામતિ અને પર્યાવરણલક્ષી સલામતિ સહિત તમામ પ્રકારની સલામતિ માટે લોકોમાં જાગૃતિ ઉભી કરવાનો છે. દર વર્ષે એનએસસીઆઈ, સર્વિસ સેક્ટર સહિત વિવિધ ક્ષેત્રો માટે સેફ્ટી એવોર્ડની જાહેરાત કરે છે, સર્વિસ સેક્ટરના એવોર્ડઝમાં હોટલો, હોસ્પિટલ્સ અને આઈટી પાર્કસને આવરી લેવાય છે. સેફ્ટી એવોર્ડને સલામતિની પ્રણાલિઓ માટે ભારતનો મોખરાનો એવોર્ડ ગણવામાં આવે છે.આ પ્રકારનું સર્વોચ્ચ બહુમાન હાંસલ કરવા માટે મળેલા વિવિધ પ્રવેશપત્રોમાંથી ઓનલાઈન અને ઓનસાઈટ ઓડિટ કરીને યોગ્ય પસંદગી કરવામાં આવી હતી. કેડી હોસ્પિટલ, અમદાવાદની ભારતની એવી બે હોસ્પિટલોમાં સમાવેશ થયો છે કે જેને એનએસસીઆઈ સેફ્ટી એવોર્ડ- 2021 (સર્વિસ સેક્ટર) હાંસલ થયો છે.

આ પણ વાંચો- ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં બોયફ્રેન્ડ સાથે ફરવા જતી ધો.10ની વિદ્યાર્થિનીને કરી નજર કેદ, કિશોરીની આત્મહત્યાની કોશિશ

કેડી હોસ્પિટલના મેનેજીંગ ડિરેક્ટર અદિત દેસાઈએ ન્યુઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, "અમને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા તેનાથી અમે અત્યંત રોમાંચિત છીએ. અમારા માટે અમારા દર્દીઓ અને તેમના સંબંધિઓ તથા અમારા સ્ટાફની સલામતી અત્યંત મહત્વની છે. કોરોના મહામારીના સમગ્ર સમયગાળા દરમિયાન અમે તમામને સલામત અને તંદુરસ્ત રાખવા માટે સખત પરિશ્રમ કર્યો છે." કેડી હોસ્પિટલ (કુસુમ ધીરજલાલ હોસ્પિટલ) અમદાવાદ પોસાય તેવા દરે તથા વિવિધ પ્રકારની બિમારીઓનું ચોકસાઈપૂર્ણ નિદાન અને ઉત્કૃષ્ટ થેરાપેટિક્સને આવરી લઈ અદ્યતન સુવિધાઓ અને સારવારની વ્યવસ્થા ધરાવતી આધુનિક હોસ્પિટલ છે. કેડી હોસ્પિટલ સમગ્ર વર્ષ દરમ્યાન સુરક્ષાના સર્વોચ્ચ ધોરણો જાળવી રાખવા માટે સતત પ્રયાસો કરતી રહે છે.

આ પણ વાંચો- India Vs SL: રવિન્દ્ર જાડેજાને બેવડી સદીથી કોણે રોક્યો? સચિનની વાત યાદ કરીને લોકોએ દ્રવિડ અને રોહિતને કર્યા ટ્રોલ

આ સિધ્ધિની સાથે સાથે કેડી હોસ્પિટલ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની 6 સર્વોચ્ચ માન્યતાઓ હાંસલ કરનાર ગુજરાતની પ્રથમ હોસ્પિટલ બની છે, જેમાં એનએબીએચ સર્ટિફાઈડ નર્સિંગ સર્વિસીસ, એનએબીએચ સર્ટિફાઈડ ઈમર્જન્સી સર્વિસીસ, એનએબીએલ, એનએબીએચ બ્લડ બેંક અને એનએબીએચ મેડિકલ ઈમેજીંગ સર્વિસીસનો સમાવેશ થાય છે. આ સિદ્ધિઓ કેડી હોસ્પિટલનું પોસાય તેવા દરે અને અપવાદરૂપ ગુણવત્તા વડે સૌની કાળજી લેવાનું વિઝન પ્રતિબિંબીત કરે છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Center government, Corona hospital, Gujarati news, Hospitals

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन