Home /News /madhya-gujarat /રાજ્યના નવા ચૂંટણી અધિકારી બન્યા ડો. મુરલીકૃષ્ણ

રાજ્યના નવા ચૂંટણી અધિકારી બન્યા ડો. મુરલીકૃષ્ણ

પ્રતિકાત્મક તસવીર

આઈએએસ 1988 બેચના બી બી સ્વૈન કેન્દ્રીય વાણિજ્ય વિભાગમાં એડિશનલ સેક્રેટરી પદે નિમાયા છે...

  ગુજરાત રાજ્યના નવા ચૂંટણી અધિકારી તરીકે આ.એ.એસ અધિકારી ડો. મુરલીકૃષ્ણની પસંદગી કરવામાં આવી છે. ડો. મુરલીકૃષ્ણ હવે રાજ્યના નવા ચૂંટણી અધિકારી તરીકે કાર્યભાળ સંભાળશે. ડો. મુરલીકૃષ્ણ 1998ની બેચના આઈ.એ.એસ. અધિકારી છે. ડો. મુરલીકૃષ્ણ, બી.બી. સ્વૈનની જગ્યાએ હવે ચાર્જ સંભાળશે.

  ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં મોદી સરકારે પોતાનું કદ વધારવા માટે કવાયત હાથ ધરી હતી. જેમાં ગુજરાતમાંથી બે અધિકારીઓને દિલ્હીમાં ડેપ્યુટેશન પર લઈ જવામાં આવ્યા છે. જેમાં સીનીયર કેડરના આ આઈએએસ અધિકારીઓ અનિલ મુકિમ અને બી.બી. સ્વૈનને કેન્દ્રમાં એપોઈન્ટ કરાયા હતા.

  રાજ્યમાં ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા આઈએએસ 1988 બેચના બી બી સ્વૈન કેન્દ્રીય વાણિજ્ય વિભાગમાં એડિશનલ સેક્રેટરી પદે નિમાયા છે. આ રીતે બીબી સ્વૈન કેન્દ્રમાં જતા રાજ્યમાં મુખ્ય ચૂંટણી અધિકારીની જગ્યા ખાલી પડી હતી, જેને પગલે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે ડો. મુરલીકૃષ્ણ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Became, રાજ્ય

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन