Home /News /madhya-gujarat /અમદાવાદ : 'તારો પતિ પોલીસમાં હોય તો મને બીક નથી', પાડોશીએ રિવોલ્વર બતાવી આપી ધમકી

અમદાવાદ : 'તારો પતિ પોલીસમાં હોય તો મને બીક નથી', પાડોશીએ રિવોલ્વર બતાવી આપી ધમકી

પ્રતિકાત્મક તસવીર

ડિલિવરી બોય સાથે બબાલ કરવાની ના પાડતા કમલેશ ગુપ્તા એ કમર પર રિવોલ્વર લટકાવી આવી બબાલ કરી હતી, અને રૂકમણ બહેનને ધમકી આપી કે...

અમદાવાદ: શહેરકોટડા વિસ્તારમાં રહેતા એક પરિવારને પાડોશી સાથે માથાકૂટ થઈ હતી. માથાકૂટ કરનાર વ્યક્તિએ રિવોલ્વર બતાવી મહિલાને ધમકી આપી કે તેનો પતિ પોલીસમાં હોય તો તેને બીક નથી. આટલું કહી ભોગ બનનાર ના ઘરે માલ આપવા આવનાર સાથે ઝગડો કર્યો હતો. સમગ્ર મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સરસપુરમાં આવેલા પ્રેરણા બંગ્લોમાં રહેતા રૂકમણ બહેન ધાકડ તેમના પરિવાર સાથે રહે છે. આ જ સોસાયટીમાં રહેતા કમલેશ ગુપ્તાને અવાર નવાર સોસાયટીમાં લોકો સાથે બોલાચાલી થતી હતી.

ગઈકાલે રૂકમણ બહેને ડીમાર્ટમાંથી મંગાવેલી ચીજવસ્તુઓ ડિલિવરી બોય આપવા આવ્યો હતો. તેઓ ત્યાં લેવા ગયા ત્યારે કમલેશ ગુપ્તા આવ્યો અને બોલાચાલી કરવા લાગ્યો હતો.

ડિલિવરી બોય સાથે બબાલ કરવાની ના પાડતા કમલેશ ગુપ્તા એ કમર પર રિવોલ્વર લટકાવી આવી બબાલ કરી હતી, અને રૂકમણ બહેનને ધમકી આપી કે તારો પતિ પોલીસમાં હોય તો શું થઈ ગયું કોઈ કઈ કરી નહિ શકે આમ કહી બબાલ કરી અને બાદમાં રૂકમણબહેને પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી હતી.

શહેરકોટડા પોલીસે આ મામલે કમલેશ ગુપ્તા નામના વ્યક્તિ સામે આઇપીસી 294(b) અને 506(1) મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
First published:

Tags: Neighbor, Revolver, Threat