Home /News /madhya-gujarat /Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news: મહિલાની દીકરીની ભાળ મળી અને પોલીસે પૂછપરછ કરતા તેનો જન્મ 2002માં થયો હોવાનું સામે આવ્યું. સાસુને એમ હતું કે તે પોલીસને સગીરાનું અપહરણ થયું તેવું કહેશે તો જ પોલીસ તેને શોધશે.

અમદાવાદ: કહેવાય છે કે કોઈ પણ ખોટું કામ કરો તો પાપ છાપરે ચઢીને પોકારે જ. આવી જ એક ઘટના સામે આવી છે. એક માતા અને તેનો જમાઈ (son in law) થોડા દિવસ પહેલા ઓઢવ પોલીસ સ્ટેશન (othav police station) ગયા હતા. જ્યાં તેમની દીકરીને એક યુવક અપહરણ (daughter kidnapping) કરી લઈ ગયો હોવાની રજૂઆત કરી હતી. પોલીસે (police) ઉંમર જાણવા જન્મ દાખલો માંગ્યો તો તે ન હોવાનું જણાવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની (School Living Certificate) નકલ રજૂ કરી હતી. જેમાં આ મહિલાની દીકરીની ઉંમર 2004 દર્શાવી હતી. જોકે સ્કૂલ પર જઈને ખરાઈ કરતા મહિલાની દીકરીનો જન્મ 2002માં થયો હોવાનું સામે આવ્યું હતું.

ત્યારે જ મહિલાની દીકરીની ભાળ મળી અને પોલીસે પૂછપરછ કરતા તેનો જન્મ 2002માં થયો હોવાનું સામે આવ્યું. સાસુને એમ હતું કે તે પોલીસને સગીરાનું અપહરણ થયું તેવું કહેશે તો જ પોલીસ તેને શોધશે. આ ખોટી માનસિકતા સાથે જમાઈ સાથે મળી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા હતા. પણ તપાસમાં દુધનું દૂધ અને પાણીનું પાણી થતા ઓઢવ પોલીસે સાસુ જમાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી સમાજમાં દાખલો બેસાડ્યો છે.

ઘટનાની વિગત વાર વાત કરીએ તો ગત 11મીએ મંજુલા બહેન રાજપૂત અને તેમનો જમાઈ વિશાલ ઉર્ફે બબલુ ઓઢવ પોલીસસ્ટેશન આવ્યા હતા. પોલીસ સમક્ષ આ સાસુ અને જમાઈએ અપહરણ ની રજુઆત કરી અને કહ્યું કે તેમની સગીર વયની દીકરી એક શખસ સાથે ભાગી ગઈ છે. જેથી પોલીસે સગીરાને કોઈ ભગાવી લઈ ગયું હોવાની ગંભીરતા દાખવી ફરિયાદી મહિલા પાસે પુત્રીના જન્મના દાખલા માંગ્યા હતા.

જેમાં મંજુલા બહેને જશોદાનગર શાળા નમ્બર 2 નું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની નકલ રજૂ કરી હતી. જેમાં મંજુલા બહેનની દીકરીની જન્મ તારીખ વર્ષ 2004ની હતી. આ અંગેના અસલ ડોક્યુમેન્ટ માંગતા તે ન હોવાનું મંજુલા બહેને જણાવ્યું અને તેમના પતિ માનસિક ઠીક ન હોવાથી અનેક વર્ષો પહેલા ઓરીજીનલ ડોક્યુમેન્ટ અને ઘરેણાં કોઈ કેનાલ માં ફેંકી દીધા હોવાની રજુઆત કરી હતી. જેથી પોલીસે આ નકલ મેળવી પોકસો એક્ટ અને અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

બાદમાં પોલીસે સગીરા ની શોધખોળ હાથ ધરવા સ્કૂલ પર પહોંચી ઓરીજીનલ ડોક્યુમેન્ટ મેળવતા તેમાં મંજુલા બહેનની દીકરીનો જન્મ 2002 માં થયો હોવાનું ફલિત થયું હતું. જેથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મા છેડછાડ કરી હોવાનું સામે આવ્યુ અને તેવામાં યુવક સાથે ગયેલી આ મંજુલા બહેનની દીકરી ની ભાળ પણ મળી હતી. જેમાં તેની પૂછપરછ માં તેનો જન્મ 2002 માં થયો હોવાનું તેણે જણાવ્યું અને આધાર કાર્ડ આપતા તેમાં પણ જન્મ વર્ષ 2002 હતું.
" isDesktop="true" id="1124028" >

જેથી આ અંગે મંજુલા બહેન અને તેમના જમાઈની આગવી ઢબે પૂછપરછ કરતા હકીકત સામે આવી અને જમાઈ વિશાલ એ કબૂલાત કરી કે તેની સાસુ ના કહેવાથી તેણે આ ગુનાહિત કાવતરું કર્યું હતું. વિશાલ એ તેની સાસુ ના કહેવા મુજબ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મેળવી કલર ઝેરોક્સ ની દુકાને ગયો હતો. જ્યાં કલર ઝેરોક્સ કરાવી તેમાં વ્હાઇટનર મારી 2002ની જગ્યાએ 2004 લખી તેની ઝેરોક્સ કરાવી અને વર્ષ 2002 લખેલા કાગળો ક્યાંક ગુમ કરી દીધા હતા.

આ પણ વાંચોઃ-Ahmedabad: સુંદર છોકરીઓ સાથે 'મજા' કરવા સાથે રૂપિયા કમાવવાની લાલચ લાખોમાં પડી, બંટી-બબલીએ પડાવ્યા રૂપિયા

આ પણ વાંચોઃ-સવારે ઉઠી તો મારા શરીર ઉપર કપડા ન્હોતા', બિઝનેસ ટ્રીપમાં ગઈ હતી મહિલા, CCTVએ ખોલી બોસની પોલ

આમ તો મંજુલા બહેનની દીકરી ને યુવક લઈ ગયો હોવાથી પોલીસ તેની 18 વર્ષની ઉંમર જાણી કાર્યવાહી ન કરે તેવી ખોટી માનસિકતા રાખી તેને સગીરા બતાવતા પોલીસ તપાસ કરશે તેના ચક્કર માં આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી ઓઢવ પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati News News, Kidnapping Case

विज्ञापन
विज्ञापन