અમદાવાદમાં વ્યાજખોરનો આતંક, 'મુન્નાને 13 લાખને બદલે વ્યાજ સાથે 19 લાખ ચૂકવ્યા, છતાં આપે છે ધમકી'

અમદાવાદમાં વ્યાજખોરનો આતંક, 'મુન્નાને 13 લાખને બદલે વ્યાજ સાથે 19 લાખ ચૂકવ્યા, છતાં આપે છે ધમકી'
ફાઈલ ફોટો

જો તે રૂપિયા નહીં આપે તો તેને મારીને પગ ભાંગી નાખશે તેવી ધમકી આપતો હતો. આ ધમકીઓથી કંટાળીને વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી

  • Share this:
અમદાવાદ: શહેરમાં વધુ એક વેપારી વ્યાજ ખોરના ત્રાસનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના સોલા વિસ્તારમા રહેતા અને મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીએ આ અંગે વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વેપારીએ પોલીસ સમક્ષ જણાવ્યું છે કે, તેમણે ૧૩ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને વ્યાજ સાથે ૧૯ લાખ રૂપિયા ચૂકવ્યા હતા પરંતુ, તેમ છતાંય વ્યાજખોર તેમની પાસેથી ૨૬ લાખ રુપિયા માંગતો હતો. અને જો તે રૂપિયા નહીં આપે તો તેને મારીને પગ ભાંગી નાખશે તેવી ધમકી આપતો હતો. આ ધમકીઓથી કંટાળીને વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.સોલા સાયન્સ સિટી રોડ પર આવેલા વિરાટ એલીગન્સ ખાતે રહેતા જૈમીન ભાઈ પટેલ આર.સી ટેકનિકલ રોડ પર આરવ ફાર્મસી નામથી મેડિકલ સ્ટોર ધરાવી પાર્ટનરશીપ ધંધો કરે છે. આજથી બે વર્ષ પહેલા ધંધો કરવા માટે તેમણે તેમના મિત્ર મનીષ ઉર્ફે મુન્નો દેસાઈ પાસેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રૂપિયા મહિને 10 ટકા વ્યાજે લીધા હતા અને બાદમાં વધુ 7.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આમ ૧૩ લાખ રૂપિયા તેઓએ ટુકડે-ટુકડે વ્યાજે લીધા હતા અને તેના બદલામાં 19 લાખ રૂપિયા પરત કર્યા હતા.

ગત તા. 10 જુલાઈના રોજ વ્યાજખોર મનીષ ઉર્ફે મુન્નાએ ૨૬ લાખની માગણી કરી હતી. જેથી વેપારીએ પૈસા ચૂકવી દીધા હોવાનું જણાવ્યું હતું. તેમ છતાંય વ્યાજખોર જો રૂપિયા નહીં આપે તો પગ ભાંગી નાખવાની ધમકી આપતો હતો. આખરે કંટાળીને આ વેપારીએ સોલા પોલીસનો સંપર્ક સાધ્યો અને આ અંગે મનીષ ઉર્ફે મુન્નો દેસાઇ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:August 05, 2020, 22:11 pm