Home /News /madhya-gujarat /અમદાવાદઃ સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી, અમદાવાદમાં 44 ડિગ્રી

અમદાવાદઃ સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી, અમદાવાદમાં 44 ડિગ્રી

ગુજરાતઃ સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી, અમદાવાદમાં 44 ડિગ્રી.

    અમદાવાદઃ રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી અને ગાંધીનગરનું 43.3 ડિગ્રી નોંધાયું છે. ગઈ કાલથી એકાએક પવનની દિશા બદલાતાં ગુજરાતના તાપમાનમાં વધારો નોંધાયો છે. હજી પણ આવનારા દિવસોમાં કાળઝાળ ગરમીમાં વધારો થવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

    મળતી વધુ વિગત મુજબ, પવનની દિશા બદલાતાં ગુજરાતમાં ગરમીનું પ્રમાણ એકાએક વધી ગયું છે. ગઈકાલથી જ ગરમીમાં વધારો થવાની શરૂઆત થઈ ગઈ હતી. આજે સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 44 ડિગ્રી, ગાંધીનગરમાં 43.2 ડિગ્રી, ઇડરમાં 43.6 ડિગ્રી, ભાવનગરમાં 43.1 ડિગ્રી, ડીસામાં 42.9 ડિગ્રી, રાજકોટમાં 42.8 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 43.2 ડિગ્રી અને વડોદરામાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે.

    આમ જોવા જઈતો સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ઊંચે ગયો છે. રાજ્યમાં લગભગ બધાં શહેરો-ગામડાંમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. ગરમી વધતાં બપોરના સમયે રસ્તા સૂમસામ લાગતા હતા. ગઈ કાલે સુરેન્દ્રનગરનું તાપમાન 42.6 નોંધાયું હતું, આજે એકાએક 44 ડિગ્રી નોંધાયું છે. ગઈ કાલે અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી હતું, આજે વધી 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. રાજકોટમાં ગઈ કાલે 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, આજે વધીને 42.8 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં આજે યલ્લો એલર્ટ નોંધાયું છે.

    હજી પણ તાપમાનમાં વધારો થશે. અત્યારે જે પ્રમાણે ગરમી વધી રહી છે ત્યારે મે મહિનાના અંત સુધીમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી પાર કરી જાય તો નવાઈ નહિ લાગે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Heat wave, Surendranagar, Temperature, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन