અમદાવાદઃ સૌથી વધુ ગરમી કંડલા એરપોર્ટ-ભુજમાં 41 ડિગ્રી

News18 Gujarati
Updated: April 2, 2018, 8:28 PM IST
અમદાવાદઃ સૌથી વધુ ગરમી કંડલા એરપોર્ટ-ભુજમાં 41 ડિગ્રી
સૌથી વધુ ગરમી કંડલા એરપોર્ટ-ભુજમાં 41 ડિગ્રી.

  • Share this:
અમદાવાદઃ રાજ્યમાં આજે પણ કાળઝાળ ગરમી યથાવત્ રહી હતી. રાજ્યામાં કંડલા એરપોર્ટ અને ભુજમાં સૌથી ગરમ શહેર જાહેર થયાં છે. કંડલા એરપોર્ટ અને ભુજનું મહત્તમ તાપમાન 41 નોંધાયું હતું.

મળતી વધુ વિગત મુજબ, આજે પણ રાજ્યમાં મહત્તમ તાપમાન યતાવત્મ રહ્યું હતું. પવનમાં ઘટાડો નોંધાયો અને લોકો ગરમીનું પ્રમાણ વધુ અનુભવી રહ્યા હતા. રાજ્યમાં મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ અને ભુજમાં 41 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરનું 40.8 ડિગ્રી, રાજકોટમાં 40.1 ડિગ્રી, વડોદરા અને ડીસાનું 40 ડિગ્રી, સુરતનું 39.6 ડિગ્રી અને અમદાવાદનું 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં એક બાજુ ઉનાળા દરમિયાન લૂની પરિસ્થિતિ યથાવત્ રહી છે તો બીજી બાજુ કમળા, તાવ, ઊલટી જેવા રોગચાળાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. હવામાન વિભાગે આવનારા દિવસોમાં કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે
First published: April 2, 2018, 8:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading