રખડતા શ્વાનના ત્રાસનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો, જાણો હાઈકોર્ટે શું કહ્યું


Updated: March 3, 2020, 8:21 PM IST
રખડતા શ્વાનના ત્રાસનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો, જાણો હાઈકોર્ટે શું કહ્યું
પ્રતિકાત્મક તસવીર

રખડતા શ્વાનના ત્રાસ અને આંતકને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી

  • Share this:
અમદાવાદ : રખડતા શ્વાનના ત્રાસ અને આંતકને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આજે આ કેસની સુનાવણી દરમિયાન અરજદારે અમેન્ડમેન્ટ ફાઇલ કરી કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને પણ પક્ષકાર તરીકે જોડવા તથા માનવ અધિકાર એકટ, 1993 અને ચાઇલ્ડ રાઇટ્સ ઓફ યુનાઇટેડ નેશન્સ કન્વેન્શનની જોગવાઈઓ ઉમેરવા રજુઆત કરી છે. ચાઇલ્ડ રાઇટ્સ ઓફ યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન એ માનવાધિકાર સંધિ છે જે બાળકોના નાગરિક, રાજકીય, આર્થિક, સામાજિક, આરોગ્ય અને સાંસ્કૃતિક અધિકારો નક્કી કરે છે. અગાઉ હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તેમજ ગૃહ વિભાગને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો.

શહેર સહીત રાજ્યભરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદ શહેરની જ વાત કરવામાં આવે તો એક વર્ષમાં 60 હજારથી વધુ લોકોને રખડતા શ્વાનના ત્રાસનો ભોગ બનવું પડ્યાના આંકડા સરકારી ચોપડે નોંધાઈ ચુક્યા છે. ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. મહત્વનું છે કે થોડા દિવસ આગાઉ જ શહેરના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરવામાં આવી હતી. સાથે જ શહેરના શ્વાનની વસ્તી પર નિયત્રંણ લાવવા ખસીકરણ નો પણ પ્રોજેક્ટ કાર્યરત છે. પરંતુ તેમાં ભ્રષ્ટાચાર થતો હોવાની પણ ફરિયાદો ઉઠવામાં પામી છે.

આ પણ વાંચો - હાર્દિક પંડ્યાએ 37 બોલમાં 100 રન બનાવ્યા, 10 સિક્સર ફટકારી

ગુજરાત હાઇકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે રાજ્યમાં નવ બાળકો અને એક વૃદ્ધાને શ્વાનના ટોળાએ ફાડી ખાધા છે સાથે જ જામનગરમાં એક સિત્તેર વર્ષના બહેનને કુતરાના ઝુંડે ફાડી ખાધા હોવા અંગે પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યમાં દર વર્ષે હજારો લોકોને શ્વાન કરડ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ગુજરાત હાઇકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે લોકોના રક્ષણની જવાબદારી પોલીસ તેમજ સરકારની છે અને આ જવાબદારી માંથી તંત્ર છટકબારી શોધી રહ્યું છે. શ્વાનોના ખસીકરણનો કાર્યક્રમ લોકોની આંખોમાં ધૂળ નાખવા સમાન હોવાની પણ રજૂઆત હાઇકોર્ટમાં કરાઈ હતી. આંકડાની વાત કરવામાં આવે તો દર મહિને 30 લાખથી પણ વધારે ખર્ચ શ્વાનના ખસીકરણ માટે વપરાતો હોવાનું તંત્ર માને છે ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે આ મામલાને ગંભીરતાથી લેતાં અમદાવાદ પોલીસ કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તેમજ ગૃહ વિભાગને નોટિસ જારી કરી આગામી 5 ફેબ્રુઆરી સુધીમાં ખુલાસો કરવા હાઈકોર્ટે આદેશ આપ્યા હતા. કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
First published: March 3, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading