તારા કરતા મારા દિકરાને સારી છોકરી મળી હોત, સાસુના મેણાટોણાથી પુત્રવધૂનો આપધાત

News18 Gujarati
Updated: November 2, 2019, 9:35 PM IST
તારા કરતા મારા દિકરાને સારી છોકરી મળી હોત, સાસુના મેણાટોણાથી પુત્રવધૂનો આપધાત
પ્રતિકાત્મક તસવીર

સાસુના રોજ રોજના માનસીક ત્રાસથી યુવતીએ સિવિલ હોસ્પિટલમાંથી પડતું મુકીને આત્મહત્યા કરી લીધી

  • Share this:
રુત્વિજ સોની, અમદાવાદ: સાસુના માનસિક ત્રાસથી કંટાળીને પુત્રવધૂએ આત્મહત્યા કરતા સાસુ વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઇ છે. સરદારનગરમાં રહેતા દ્વારકાદાસે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, તેમની દીકરીના લગ્ન વર્ષ 2013માં સરદારનગરમાં રહેતા સંદિપ રામાણી સાથે થયા હતાં. જો કે લગ્ન બાદ તેના સાસુ તેને વારંવાર માનસિક ત્રાસ આપ્યા કરે છે. અને તેની આંખની બીમારીને લઇને મેણાટોણા મારે છે કે તે બીમાર રહે છે. તારા કરતા તો મારા દીકરાને કોઈ સારી છોકરી મળી હોત. જેથી રોજ રોજના માનસીક ત્રાસથી તેમની દીકરીએ સિવિલ હોસ્પિટલમાંથી પડતું મુકીને આત્મહત્યા કરી લીધી છે.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, 20મી ઓક્ટોમ્બરે ફરિયાદીના જમાઇનો જન્મદિવસ હોવાથી બહાર હોટલમાં જમવા માટે ગયા હતાં. જ્યાં તેમની દીકરીને ફુડ પ્રોઇઝનીંગ થઇ જતાં ઉલટી શરૂ થઇ ગઇ હતી. જેથી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં માલુમ થયું કે, દીકરીએ બી.પી.ની દસેક ગોળીઓ ખાઇ લીધી હતી. જોકે, તેમની તબિયતમાં કોઇ સુધારો ન થતાં 24મી ઓક્ટોમ્બરએ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બી 6 વોર્ડમાં તેની સારવાર ચાલી રહી હતી. જો કે 25મી ઓક્ટોમ્બરે બપોરના સમયે ફરિયાદી જી2 વોર્ડમાં સોનોગ્રાફી માટેની તારીખ લેવા માટે ગયા હતાં. જ્યારે તેઓ પરત આવ્યાં ત્યારે તેમની દીકરી વોર્ડમાં ક્યાંય જોવા મળેલ ન હતી.

આસપાસમાં તપાસ કરતાં જાણવા મળ્યુ હતું કે, તેણે ત્રીજામાળેથી પડતું મુક્યું છે. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ તેમની દીકરી સારવાર દરમિયાન મૃત્યુ પામેલ છે. ઉલ્લેખનીય છે કે, ફરીયાદીની દીકરીને લગ્ન પહેલા ડાબી આંખમાં પદડાની તકલીફ હોવાના કારણે ઓપરેશન કરાવ્યું હતું. અને ત્યારબાદ બીજુ એક ઓપરેશન કરાવ્યું હતું. જેથી તેને ડાબી આંખે ઓછું દેખાતું હતું. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: November 2, 2019
વધુ વાંચો
अगली ख़बर