કેરીના રસિયાઓ માટે તંત્રએ ગોઠવી ખાસ વ્યવસ્થા, મંગળવારથી અમદાવાદીઓ ચાખી શકશે વિવિધ કેરીનો સ્વાદ

કેરીના રસિયાઓ માટે તંત્રએ ગોઠવી ખાસ વ્યવસ્થા, મંગળવારથી અમદાવાદીઓ ચાખી શકશે વિવિધ કેરીનો સ્વાદ
પ્રતિકાત્મક તસવીર

એએમસી અને રાજ્ય સરકારની સંયુક્ત ઉપક્રમે આવતી કાલ મંગળવાર 26 મેથી 15 દિવસ માટે વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડખાતે કેરીનું વેચાણ કરવામાં આવશે.

  • Share this:
અમદાવાદ: શહેરના કોરોના વાયરસ (coronavirus) સંક્રમણના પગલે અનેક વસ્તુઓ પર નિયંત્રણ એએમસી (AMC) દ્વારા મુકવામાં આવ્યા છે . લોક ડાઉનના પગલે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે અધિક મુખ્ય સચિવ ડો રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામા બેઠક મળી હતી . કમિશનર મુકેશ કુમાર સહિત અધિકીર હાજર રહ્યા હતા.

કોરોના મહામારીને કારણે અમલી દેશવ્યાપી લોક ડાઉનના પગલે અનેક ધંધા- રોજગાર પર વ્યાપક અસર પડી છે. ખેડૂત પણ પોતાનો પાક વેચી શક્યા નથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad municipal corporation) દ્વારા જીએમડીસી (GMDC) ગ્રાઉન્ડ ખાતે કેરી ઉત્સવનું આયોજન કરાયું છે.આ પણ વાંચોઃ-રમઝાન ઈદ: રાજકોટના કોરોના હોટસ્પોટ જંગલેશ્વરમાં પોલીસની ફ્લેગમાર્ચ, લોકોએ ઘરે રહી ઈદ ઉજવી

સમગ્ર ગુજરાતમાંથી 100 કેરીના વેપારીઓ પોતાનો સ્ટોલ ઉભા કરશે. ફળોના રાજા કેરીનો સ્વાદ અમદાવાદી માણી શકે તેવી વ્યવસ્થા ગોઠવામાં આવી છે. એએમસી અને રાજ્ય સરકારની સંયુક્ત ઉપક્રમે આવતી કાલ મંગળવાર 26 મેથી 15 દિવસ માટે વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડખાતે કેરીનું વેચાણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-સાચી દેશભક્તિ! અમદાવાદમાં નિવૃત્તી બાદ પણ પોલીસ અધિકારી લોકોની સેવામાં છે ખડેપગે

આ પણ વાંચોઃ-સુરતમાં કોરોના યોદ્ધાની કફોડી હાલત! સામાન્ય બાબતે સેનેટરી ઈન્સ્પેક્ટર અને સફાઈ કામદારો બાખડ્યા

કેરીઓના વેચાણ કરતા વેપારીઓ અને ખેડૂતોના 100 સ્ટોલ ઉભા કરાશે. ગુજરાતની વિવિધ પ્રકારની કેરીઓ જેવી કે ગીર તાલાળાની કેસર કેરી. વલસાડની હાફુસ , લંગડો સહિત ઓર્ગેનિક તેમજ કાર્બાઈડ અને કેમિકલ મુક્ત કેરીનું વેચાણ કરાશે.
Published by:News18 Gujarati
First published:May 25, 2020, 23:19 pm