તલાટીઓને સોગંદનામાની સત્તા અને GPSC પરીક્ષામાં બિન અનામત મહિલાઓનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો

તલાટીઓને સોગંદનામાની સત્તા અને GPSC પરીક્ષામાં બિન અનામત મહિલાઓનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો
ફાઈલ તસવીર

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતના તલાટીઓને જુદા જુદા 22 પ્રકારના ડોક્યુમેન્ટના સોગંદનામા કરવાની સત્તા આપવાના નિર્ણયને ગુજરાતના નોટરી એસોસિએશને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

  • Share this:
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતના તલાટીઓને જુદા જુદા 22 પ્રકારના ડોક્યુમેન્ટના સોગંદનામા કરવાની સત્તા આપવાના નિર્ણયને ગુજરાતના નોટરી એસોસિએશને (notary association) ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો (Gujarat high court) હતો. જ્યારે ગુજરાતમાં GPSC પરીક્ષામાં બિન અનામત મહિલાઓની જગ્યા અનામત મહિલાઓને આપવાના બદલે પુરુષ ઉમેદવારોને ફાળવી દેવાનો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.

ગ્રામ પંચાયતના તલાટીઓ ને આપવામાં આવેલી સત્તા ને લઈને notary associationની હાઇકોર્ટમાં રિટ


રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતના તલાટીઓને જુદા જુદા 22 પ્રકારના ડોક્યુમેન્ટના સોગંદનામા કરવાની સત્તા આપવાના નિર્ણયને ગુજરાતના નોટરી એસોસિએશને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે અને વધુ સુનાવણી ડિસેમ્બરમાં નિયત કરી છે. અરજદારોની રજૂઆત છે કે સોગંદનામું તૈયાર કરવુ અને તેને નોટરાઇઝ કરવાનું કામ કાયદાકીય છે.આ દસ્તાવેજોને અંતિમ સ્વરૃપ આપવાની સત્તા  નોટરીને ઓથ્સ એક્ટ દ્વારા આપવામાં આવે છે.

ગ્રામ પંચાયતના તલાટી બનાવા માટેની લાયકાત ધોરણ-૧૨ પાસની હોય છે, જ્યારે નોટરીઓ કાયદાની ડિગ્રી સાથે કાયદાનો સબળ અનુભવ પણ ધરાવતા હોય છે. સોગંદનામું કરવાની સત્તાની સોંપણી સરકાર ગેરલાયક વ્યક્તિને કરશે તો અંતે સામાન્ય જનતાએ તકલીફો વેઠવાનો વારો આવશે. તેથી ઓથ્સ એક્ટ દ્વારા તલાટીઓને ૨૨ પ્રકારના દસ્તાવેજોનું સોગંદનામું કરવાની સત્તા આપવાનો સરકારનો નિર્ણય રદ થવો જોઇએ.

આ પણ વાંચોઃ-આણંદઃ પ્રેરણા રૂપ કહાની! લકવાગ્રસ્ત પિતા માટે દત્તક પુત્રીએ છોડી શિક્ષિકાની નોકરી, શરુ કર્યો પશુપાલનનો ધંધો, કરે છે લાખોની કમાણી

આ ઉપરાંત આ નિર્ણયના કારણે નોટરીઓને કાયમી આવક છિનવાઇ જવાનો પણ ભય છે. નોટરીની સત્તા ધરાવતા વકીલો અંગ્રેજી તેમજ કાયદાનું સારું એવું જ્ઞાાન ધરાવતા હોય છે અને તલાટીઓ પાસે અંગ્રેજી અને કાયદાનું આટલું જ્ઞાાન હોતું નથી, તેથી સરકારનો આ નીતિ વિષયક નિર્ણયના કારણે ઘણી વિપરિત અસરો થાય તેમ છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી ડિસેમ્બરમાં નિયત કરી છે.

આ પણ વાંચોઃ-યુવતી કુંવારી છે તો ગર્ભપાતના રૂ.10,000 થશે', મહિલા ડોક્ટરની કરતૂત કેમેરામાં થઈ કેદ, વીડિયો વાયરલ થયો

GPSC પરીક્ષા માં બિન અનામત મહિલાઓની જગ્યા અનામત મહિલાઓને આપવાના બદલે પુરુષ ઉમેદવારોને ફાળવી દેવાનો વિવાદ Hc માં
જીપીએસસી દ્વારા વર્ષ ૨૦૧૯માં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ એકાદ મહિના અગાઉ આવ્યું હતું. જેમાં જીપીએસસી દ્વારા ૩૩ ટકા મહિલા અનામત બાબતે વિવાદ થતાં છેલ્લા પાંચેક મહિનાથી ગુજરાત સરકાર સામે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા આંદોલન ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ધનતેરસ પૂર્વે Gold-Silverની કિંમતોમાં આવ્યો જોરદાર ઉછાળો, ફટાફટ જાણો આજના નવા ભાવ

જીપીએસસી દ્વારા ભરતીમાં ગેરરીતિ થયાની ફરિયાદો ઉઠી હતી અને આ મામલે મહિલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં રિટ કરી છે. જેમાં પરિણામને રોકવા અને આગળની ભરતી પ્રક્રિયા ઉપર પર રોક લગાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જે રિટમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે.

પ્રસ્તુત કેસમાં પ્રાપ્તિ મહેતા સહિતની ૩૦ મહિલા ઉમેદવારે અરજદાર તરીકે રિટ કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે,‘સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર-વર્ગ-૩ની પોસ્ટ માટે અરજદાર મહિલા ઉમેદવારોને તારીખ ૮-૯-૨૦૨૦ની પસંદગી યાદીમાં અસફળ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ રાજ્ય સરકારના વર્તમાન ઠરાવ અન્વયે અરજદાર મહિલાઓનો સમાવેશ અંતિમ યાદીમાં થવો જોઇએ.અરજદાર મહિલાઓએ ભરતીની પ્રક્રિયા માટેના સ્ક્રિનીંગ ટેસ્ટ અને લેખિત પરીક્ષા પણ આપી હતી. આ કેસની મહિલા ઉમેદવારો ભરતી માટે યોગ્ય છે અને સરકારી ઠરાવને ધ્યાનમાં લેતા ઓથોરિટી દ્વારા તેમને પસંદગીની યાદીમાં અસફળ દર્શાવવાની કાર્યવાહી ગેરકાયદેસર હોવાથી તેને રદબાતલ કરવી જોઇએ.
Published by:ankit patel
First published:November 05, 2020, 22:01 pm

टॉप स्टोरीज