ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ માઇક્રોસોફ્ટ ચેનસ પાર્ટનર્સના ગુજરાત ચેપ્ટરનો પ્રારંભ

News18 Gujarati
Updated: February 1, 2019, 12:37 PM IST
ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ માઇક્રોસોફ્ટ ચેનસ પાર્ટનર્સના ગુજરાત ચેપ્ટરનો પ્રારંભ
IAMCPના ગુજરાત ચેપ્ટરનો આરંભ

માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના જનરલ મેનેજર-પાર્ટનર ઇકોસિસ્ટમ રાજીવ સોઢી દ્વારા ગુજરાત ચેપ્ટરનો આરંભ કરવામાં આવ્યો હતો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: વિશ્વના સૌથી મોટા સ્વતંત્ર માઇક્રોસોફ્ટ પાર્ટનર એસોસિએશન- ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર માઇક્રોસોફ્ટ ચેનલ પાર્ટનર્સ (IAMCP)ના ગુજરાત ચેપ્ટરનો આરંભ થયો છે. માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના જનરલ મેનેજર-પાર્ટનર ઇકોસિસ્ટમ રાજીવ સોઢી દ્વારા ગુજરાત ચેપ્ટરનો આરંભ કરવામાં આવ્યો હતો. સાથે જ IAMCPની પ્રથમ મીટિંગ પણ યોજાઇ હતી. જેમાં ગુજરાતના 50થી વદુ પાર્ટનર્સે ભાગ લીધો હતો.

આ પ્રસંગે રાજીવ સોઢીએ જણાવ્યું હતું કે, માઇક્રોસોફ્ટની સફળતા તેના પાર્ટનર્સ પર આધાર રાખે છે. જે ગ્રાહકોને વૃદ્ધિ તરફ દોરી જાય છે. અમારા પાર્ટનર્સ સંસ્થાઓને ખાસ કરીને એસએમબીએસને મદદરૂપ થવા તૈયાર છે. આઇએએમસીપી ચેપ્ટર તેના પાર્ટનર્સને એક છત નીચે લાવી તેમના જોડાણનું સંવર્ધન કરશે.

IAMCP ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સુરેશ રામાણીએ પ્લેટફોર્મ દ્વારા પાર્નર્સ કેવી રીતે ફાયદો મેળવી શકે અને વેપાર વૃદ્ધિ કરી શકે તે અંગે વાત કરી હતી. સાથે જ તેમણે પાર્ટનરીંગ અને લર્નિંગના મૂલ્યો વિશે પણ વાત કરી હતી.

IAMCP અમદાવાદ (ગુજરાત પ્રદેશ) ચેપ્ટરના બોર્ડમાં પાંચ મુખ્ય માઇક્રોસોફ્ટ પાર્ટનર સંસ્થાના એક્ઝિક્યુટિવ્સનો સમાવેશ થાય છે. આ બોર્ડમાં પ્રેસિડેન્ટ તરીકે બિટસ્કેપના ડાયરેક્ટર કાર્તિક શાહ, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સિનોવર્જના સહસ્થાપક નમ્રતા ગુપ્તા, સેક્રેટરી જનરલ તરીકે દેવ આઇટી લિ.ના ડાયરેક્ટર વિશાલ વાસુ, ટ્રેઝરર તરીકે એકોમ્પલીશ કનશલ્ટીંગ પ્રા.લિ.ના ડાયરેક્ટર અંકિત પરાશર અને વડોદરા તેમજ દ.ગુજરાતના પ્રાદેશિક સેક્રેટરી તરીકે આઇટીસીજીના ડાયરેક્ટર નિલેશ કુવડિયાનો સમાવેશ થાય છે.

IAMCP મુખ્યત્વે પાર્ટનર ટુ પાર્ટનર નેટવર્કીંગ અને એજ્યુકેશન એન્ડ ગ્રોથ એમ બે મુખ્ય વિસ્તારો પર ધ્યાન કેન્દ્રીત કરશે.

 
First published: February 1, 2019
વધુ વાંચો
अगली ख़बर