અજીબ ઘટના! Corona સંક્રમિત દંપતી અમદાવાદ છોડી, પુના જઈ દાખલ થયા - અનેક જીવ જોખમમાં મુક્યા

અજીબ ઘટના! Corona સંક્રમિત દંપતી અમદાવાદ છોડી, પુના જઈ દાખલ થયા - અનેક જીવ જોખમમાં મુક્યા
પ્રતિકાત્મક તસવીર

કોરોના પોઝિટીવ થતા દંપતીને હોમ ક્વોરેન્ટાઇન થવાની સુચના હોવા છતા દંપતી રાત્રીનો લાભ લઈ મહારાષ્ટ્રના પુણા ખાતે પહોંચી ગયું.

  • Share this:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપેડેમિક એક્ટ ભંગ બદલ કોરોના પોઝિટીવ દંપતી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોરોના પોઝિટીવ થતા દંપતીને હોમ ક્વોરેન્ટાઇન થવાની સુચના હોવા છતા દંપતી રાત્રીનો લાભ લઈ મહારાષ્ટ્રના પુણા ખાતે પહોંચી ગયું.

એએમસી દક્ષિણ ઝોન વિભાગના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. તેજશ શાહે જણાવ્યુ હતુ કે, મણિનગર વોર્ડના મિલ્લતનગરમા રહેતા કોરોના પોઝિટીવ દર્દી નિલમબહેન મનિષભાઇ ગાયકવાડ અને તેમના પતિ મનિષભાઇ ગાયકવાડ દ્વારા હોમ ક્વોરેન્ટાઇન્ટ ગાઇડલાનના ભંગ બદલ એપેડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ કલમ નંબર -૩ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ ૫૧ (બી) અન્વયે એએમસી દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનમા આ દંપતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે.વધુમાં ડો. શાહે જણાવ્યુ હતુ કે. તેમનો ટેલિફોનીક સંપર્ક કરતા માલુમ પડ્યું હતુ કે, મનિષભાઇ ગાયકવાડ તેમના પત્નિ સાથે ૨૭-૭-૨૦૨૦ ના રોજ મોડી રાત્રે ખાનગી વાહનમાં પુના ખાતે પહોંચી ગયા હતા, અને તેમના પત્નિને પુના ખાતે કોઇ હોસ્પિટલમા દાખલ કરેલ છે.

આ પણ વાંચોસુરત : મહિલા વકીલે ફાંસો ખાઈ કર્યો આપઘાત, મરતા પહેલા ફોન કેમ કર્યો ફોર્મેટ? બન્યું રહસ્ય

આમ મનિષભાઇ અને તેમની પત્ની કોરોના સંક્રમિત હોવા છતા અને અને એએમસીએ બન્નેને હોમ ક્વોરેન્ટાઇન થવાની સુચના હોવા છતા, હોમ ક્વોરેન્ટાઇન ગાઇડ લાઇનનો ભંગ કરીને જાતે સંક્રમિત હોવા છતા, ઘરની બહાર જઇને પુના સુધીના માર્ગમાં અનેક વ્યક્તિઓ સંક્રમિત થાય તે પ્રકારનું કૃત્યુ આચરેલ છે.

મનિષભાઇ ગાયકવાડ ડ્રાઇવર તરીકે છુટક કામગીરી અલગ અલગ જગ્યાએ કરતા હતા. તેમજ તેમના પત્નિ નિલમબહેન ગાયકવાડ અગાઉ સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં નોકરી કરતા હતા.

ગાયકવાડ દંપતી વિરુદ્ધ ગાઇડલાઈન ભંગ બદલ પોલીસ ફરિયાદ સાથે એએમસી દ્વારા પુના કોર્પોરેશનને પણ સંબંધિત અધિકારીઓને માહિતી મોકલવામાં આવી છે, અને આ દંપતી વિરૂદ્ધ કાર્યવાહી કરવા સુચન કર્યું છે.
Published by:kiran mehta
First published:August 02, 2020, 16:46 pm

टॉप स्टोरीज