ગાંધીનગરના પાલજમાં હોળીનું અનેરું મહત્વ, ખુલ્લા પગે અંગારા પર ચાલે છે લોકો
ગાંધીનગરના પાલજમાં હોળીનું અનેરું મહત્વ, ખુલ્લા પગે અંગારા પર ચાલે છે લોકો
બાળકોથી માંડીને મોટા લોકો પણ ઉઘાડા પગે ચાલીને નીકળે છે
આ હોળીને આધારે વર્ષનો વરતારો કરવામાં આવે છે. પાલજ ગામે યોજાતી હોળીની તૈયારીઓ 15 દિવસ પહેલાંથી જ કરવામાં આવે છે. જેમાં ગામના 80 જેટલા યુવાનો વગડાઓમાંથી લાકડા (Wood) લાવે છે અને પછી 35 ફુટ જેટલો ઉંચો લાકડાનો ખડકલો કરીને હોળી તૈયાર કરે છે.
ગાંધીનગર (Gandhinagar) પાસે આવેલા પાલજ (Palaj) ગામે રાજ્યની સૌથી મોટી હોળી (Holi) પ્રગટાવીને હોળીના પર્વની (Parv) અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. આ હોળીને આધારે વર્ષનો વરતારો કરવામાં આવે છે. પાલજ ગામે યોજાતી હોળીની તૈયારીઓ 15 દિવસ પહેલાંથી જ કરવામાં આવે છે. જેમાં ગામના 80 જેટલા યુવાનો વગડાઓમાંથી લાકડા (Wood) લાવે છે અને પછી 35 ફુટ જેટલો ઉંચો લાકડાનો ખડકલો કરીને હોળી તૈયાર કરે છે. આમ, અંગારાઓ (Embers) પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે.
બાળકોથી માંડીને મોટા લોકો પણ ઉઘાડા પગે ચાલીને નીકળે છે
આમ, રાજ્યમાં અલગ-અલગ પ્રકારે લોકો હોળી (Holi) પ્રગટાવીને ઉજવણી કરતા હોય છે. પરંતુ પાલજની હોળી બધા કરતા કંઇક અલગ જ હોય છે. આ હોળીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહીને ઉજવણી કરતા હોય છે. પાલજ (Palaj) ગામે ફાગણી સુદ પૂનમને (Poonam) હોળીના દિવસે પ્રગટાવવામાં આવતી હોળીનું વિશેષ મહત્વ છે.
હોળી પ્રગટાવીને એના અંગરાઓ પર ઉઘાડા પગે (Leg) ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. આમાં નવાઇની વાત એ છે કે ધગધગતા અંગારાઓ પર બાળકોથી (Children) માંડીને મોટા લોકો પણ ઉઘાડા પગે ચાલીને નીકળે છે અને તેમ છતાં તેઓ દાઝતા હોતા નથી. આ બાબતે ગામના લોકોની શ્રદ્ધા અને તેઓના વડવાઓના સમયથી ચાલી આવતી એક અનોખી પરંપરા છે.
હોળી પ્રાગટ્યની આ અનોખી પરંપરાને જોવા માટે લોકો દેશ-વિદેશથી આવતા હોય છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ગામમાં મહાકાળી માતાજીનું (Mahakali Mataji) મંદિર છે. તેમના સતના કારણે અંગારા પર ચાલવા છતા આજ સુધી એક પણ શ્રદ્ધાળુને સામાન્ય ઇજા પણ થઇ નથી. અહિં સાંજના સાત વાગ્યે હોળી પ્રગટાવવામાં આવે છે. આ પહેલા ગ્રામજનોને ભેગા કરવા માટે સાદ પાડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પાંચ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં હોળીના દિવસે ઘરેઘરે લાડવા બનાવીને પણ ઉજવણી થાય છે.
આમ, તમે પણ એક વાર અચુક પાલેજ ગામની હોળીના દર્શન (Darshan) કરવાનો લાભ લો. આ લાભ લેવો એ બહુ ભાગ્યશાળીની (Lucky) વાત છે. આ હોળીના દર્શન કરવાથી અનેક લોકોની મનોકામના પણ પૂરી થાય છે. અનેક લોકો માનતા પણ રાખીને એમની ઇચ્છા પૂરી થાય એટલે આ હોળીના દર્શન કરવા માટે આવતા હોય છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર