અમદાવાદ: વસ્ત્રાપુરમાં પતિએ છરીના ઘા મારી કરી પત્નીની હત્યા

News18 Gujarati
Updated: March 7, 2018, 8:32 AM IST
અમદાવાદ: વસ્ત્રાપુરમાં પતિએ છરીના ઘા મારી કરી પત્નીની હત્યા
વસ્ત્રાપુર વિસ્તારના સૂર્યવંશી ટાવર પતી પત્ની વચ્ચેના ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, અને...

વસ્ત્રાપુર વિસ્તારના સૂર્યવંશી ટાવર પતી પત્ની વચ્ચેના ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, અને...

  • Share this:
અમદાવાદના પોશ એરિયા વસ્ત્રાપુરમાં એક હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પતિએ જ પત્નીની કરપીણ હત્યા કરી દીધી છે.

મળતી માહિતી મુજબ, વસ્ત્રાપુર વિસ્તારના સૂર્યવંશી ટાવર પતી પત્ની વચ્ચેના ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, અને પતિએ આવેશમાં આવી પત્નીના છાતીના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. પત્નીની લાસ બાથરૂમમાંથી મળી આવી હતી.

ઘટનાની વિગતે વાત કરીએ તો, વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ સૂર્યવંશી ટાવરના 8માં માંળે રહેતા એક દંપતિ વચ્ચે બપોરના કોઈ વાતને લઈ ઝગડો થયો, જેમાં પતિએ જ પત્નીની છરીના ઘા મારી હત્યા કરી દીધી છે. આ મુદ્દે પાડોસીઓએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા વસ્ત્રાપુર પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, ત્યારે પતિ હત્યા કર્યા બાદ ઘરમાં જ રહ્યો હતો, તેણે પોલીસને કહ્યું કે મે જ મારી પત્નીની હત્યા કરી છે.

પોલીસે જણાવ્યું કે, આશિસ નામના વ્યક્તિ જે આશ્રમ રોડ પર આવેલ એક્સિસ બેંકમાં નોકરી કરે છે અને તેમની વાઈફ જેમની હત્યા થઈ છે તે હાઉસ વાઈફ છે. આ લોકો એક વર્ષથી જ અમદાવાદ રહેવા આવેલ હતા, બંને વચ્ચે પ્રેમ લગ્ન થયેલા છે તેવું જાણવા મળે છે. આ બંને વચ્ચે બપોરના સમયમાં કોઈ વાતને લઈ ઝગડો થયો અને પતિએ છરીના ઘા મારી તેની હત્યા કરી હોવાનું જાણવા મળે છે. પોલીસે એફએસએલની ટીમ સાથે રાખી તમામ પુરાવા ભેગા કરી, આરોપીની ધરપકડ કરી લીધી છે.
First published: March 6, 2018
વધુ વાંચો
अगली ख़बर