Home /News /madhya-gujarat /

અમદાવાદ : 'તે મને જેલમાં પુરાવ્યો હતો તેનો બદલો લઈશ', પતિએ પત્નીને માર માર્યો

અમદાવાદ : 'તે મને જેલમાં પુરાવ્યો હતો તેનો બદલો લઈશ', પતિએ પત્નીને માર માર્યો

પ્રતિકાત્મક તસવીર

લોકડાઉનમાં પતિ-પત્ની વચ્ચે શાકમાં મીઠુ ઓછું નાખવાની બાબતથી ઉદ્ભવેલો ઝગડો મારા-મારી પર આવ્યો અને પોલીસ સ્ટેશન પહોંચ્યો

અમદાવાદ : શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિ પત્નીનો ઝગડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. ચાંદલોડિયામાં રહેતી એક મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે તેના પતિએ તેને માર માર્યો છે.

બુધવારે મોડી સાંજે શાક માં મીઠું નાખેલું નથી, તને જમવાનું બનાવતા આવડતું નથી તેમ કહીને મહિલાના પતિએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે, તે બીહારમાં કેસ કરી મને જેલમાં પુરાયો હતો. જેટલો સમય તે મને જેલમાં પુરાયો હતો એટલો સમય હું તને મારીને બદલો લઈશ અને જાનથી મારી નાખીશ. એમ કહીને મહિલા ને માર મારવા લાગ્યો હતો.

જો કે મહિલા એ તેના જેઠને જાણ કરતા તેઓ તાત્કાલિક ત્યાં આવી પહોંચ્યા હતા. અને સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરવા માં આવી હતી.

આ ઝઘડામાં મહિલાને આંખના ભાગે સામાન્ય ઇજા થતાં સોજો પણ આવી ગયો છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, એક સર્વે પ્રમાણે લોકડાઉનના સમયમાં પતિ-પત્ની વચ્ચેના ઝગડાઓમાં વધારો થયો છે. એટલે કે ઘરકંકાસના મામલામાં વધારો નોંધાયો છે.
Published by:kiran mehta
First published:

Tags: Accused Husband, Ahmedabad police, Husband wife fight

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन