અમદાવાદ : જન્મ દિવસ પર કેક કાપવા જમાઈને આપવામાં આવેલું આમંત્રણ મા-દીકરીને ભારે પડ્યું

અમદાવાદ : જન્મ દિવસ પર કેક કાપવા જમાઈને આપવામાં આવેલું આમંત્રણ મા-દીકરીને ભારે પડ્યું
વેજલપુર પોલીસ સ્ટેશન (ફાઈલ ફોટો)

સાસુ વચ્ચે પડતા તેમને પણ જમાઈએ માર માર્યો હતો, અને ધમકી આપી હતી કે, આજે તો તમારા બંન્ને મા-દીકરીના હાથ પગ તોડીને સીધા કરી દેવાના છે

  • Share this:
અમદાવાદ : ક્યારેક નાની નાની બાબતોને લઈને થયેલ ઘર કંકાસના અનેક બનાવો મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે, અને મામલો ગંભીર બની જતો હોય છે. આવો જ એક બનાવ શહેરના વેજલપુર વિસ્તારમાં જોવા મળ્યો છે. જન્મ દિવસ પર કેક કાપવા માટે પત્નીએ પતિને ઘરે બોલાવ્યો તો પતિએ પત્ની અને સાસુને માર મારી ધમકી આપી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ આપી છે કે, તેની દીકરીના લગ્ન વેજલપુરના જ એક યુવાન સાથે કર્યા છે. જે રિક્ષા ચલાવીને તેનું ગુજરાન ચલાવે છે. ફરિયાદી મહિલાની દીકરી છેલ્લા ચાર પાંચ દિવસથી પિયરમાં રોકાવા માટે આવી હતી. ૩૦ મી તારીખે તેનો જન્મ દિવસ હોવાથી તેણે કેક કાપવા માટે તેના પતિને બોલાવ્યા હતા.જોકે ધંધા પરથી ઘરે આવ્યા બાદ અચાનક જ ફરિયાદી મહિલાનો જમાઈ તેની દીકરી પર ઉશ્કેરાઈ ગયો હતો, અને કહેવા લાગ્યો હતો કે, મને ધંધા પરથી ઘરે કેમ બોલાવ્યો, તેમ કહીને ફરિયાદીની દીકરીને માર મારવા લાગ્યો હતો.

જોકે, સાસુ વચ્ચે પડતા તેમને પણ જમાઈએ માર માર્યો હતો, અને ધમકી આપી હતી કે, આજે તો તમારા બંન્ને મા-દીકરીના હાથ પગ તોડીને સીધા કરી દેવાના છે. ફરિયાદી મહિલાએ આ બાબતની જાણ તેના પતિને કરતા તેના પતિ પણ ઘરે આવી પહોંચ્યા હતા, અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી છે. હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:August 31, 2020, 21:30 pm

ટૉપ ન્યૂઝ