રાજ્યમાં સૌથી ગરમ શહેર કંડલા એરપોર્ટ પર 42.6 ડિગ્રી

News18 Gujarati
Updated: April 19, 2018, 8:57 PM IST
રાજ્યમાં સૌથી ગરમ શહેર કંડલા એરપોર્ટ પર 42.6 ડિગ્રી
આવનારા 48 કલાકમાં હીટવેવની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે.

  • Share this:
અમદાવાદઃ હવે રાજ્યમાં આકરા ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. આજે વધુ ગરમ પવનો ફૂંકાવાને કારણે અચાનક મહત્તમ તાપમાનમાં વધારો થઈ ગયો છે. રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચે ગયો છે. એમાં સૌથી ગરમ શહેર કંડલા એરપોર્ટ પર 42.6 ડિગ્રી નોંધાયું છે.

મળતી વધુ વિગત મુજબ, રાજ્યમાં હવે ખરેખર ઉનાળો શરૂ થયો કહેવાય. ગરમ પવનો ફૂંકાવાને કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. રાજ્યમાં સૌથી ગરમ શહેર કંડલા એરપોર્ટ પર 42.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ઈડરનું 42.2 ડિગ્રી, ગાંધીનગરનું 42 ડિગ્રી, અમદાવાદ, સુરત, અમરેલીનું 41.4 ડિગ્રી, વડોદરાનું 40.9 ડિગ્રી, ભાવનગરનું 40.3 ડિગ્રી, રાજકોટનું 40.9 ડિગ્રી અને સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું.

આવનારા દિવસો મહત્તમ તાપમાનમાં હજી વધારો થશે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી પહોંચવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. જેથી ગરમીમાં કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ હવામાન ખાતા દ્વારા વારંવાર આપવામાં આવી છે. ગરમીને કારણે રોગચાળાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. બેભાન થવાના, ચક્કર આવવાના તેમ જ હાર્ટસંબંધી રોગોના હુમલાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. વધુ વિગત જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ

First published: April 19, 2018, 7:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading