Home /News /madhya-gujarat /

આ લોકોએ ભૂલથી પણ ના કરવા પ્રગટાવેલી હોળીના દર્શન, નહિં તો…

આ લોકોએ ભૂલથી પણ ના કરવા પ્રગટાવેલી હોળીના દર્શન, નહિં તો…

હોળિકા દર્શન કરવા જાવ ત્યારે કાળા તલ મુઠ્ઠીમાં લઇ જાવ

હિન્દુ ધર્મમાં હોળીના (Holi) તહેવારનું અનેરું મહત્વ છે. ધૂળેટીના (Dhuleti) એક દિવસ પહેલા હોળિકા દહન (Holika Dahan) કરવામાં આવે. હોળિકા દહન માટે ખાસ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે.

     અમદાવાદ:  હિન્દુ ધર્મમાં હોળીના (Holi) તહેવારનું અનેરું મહત્વ છે. ધૂળેટીના (Dhuleti) એક દિવસ પહેલા હોળિકા દહન (Holika Dahan) કરવામાં આવે. હોળિકા દહન માટે ખાસ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. આ વર્ષે હોળી 17 માર્ચ 2022ના રોજ છે અને ધૂળેટી 18 માર્ચ શુક્રવારના રોજ છે. આ માટે આ વર્ષે 17 માર્ચના રોજ હોળિકા દહન કરવામાં આવશે.

    આ લોકોએ ભૂલથી પણ ના જોવી જોઇએ પ્રગટાયેલી હોળી

    એક અહેવાલ મુજબ નવવિવાહિત સ્ત્રીઓએ (Woman) પ્રગટાયેલી હોળી ના જોવી જોઇએ. આ પાછળનું કારણ એ છે કે હોળિકાની અગ્નિને (Fire) લઇને માનવામાં આવે છે કે નવવિવાહિત સ્ત્રીએ પોતાના સાસરા પક્ષની પ્રથમ હોળી ના જોવી જોઇએ. આ સાથે જ જો તમે નવું ઘર (House) ખરીદવા ઇચ્છો છો તો તમારે હોળી પછી ખરીદવું જોઇએ. આ સમયને શુભ માનવામાં આવે છે. હોળિકાની અગ્નિને બળતા શરીરનું પ્રતિક માનવામાં આવે છે. આ માટે નવી દુલ્હને ક્યારે પણ સાસરાની પહેલી હોળી ના જોવી જોઇએ.

    આ પણ વાંચો: હોળીના દિવસે અપનાવો આ વાસ્તુ ટિપ્સ, દરેક સમસ્યાથી મળશે છૂટકારો

    હોળિકા દર્શન કરવા જાવ ત્યારે કાળા તલ મુઠ્ઠીમાં લઇ જાવ

    આ સાથે જ તમે જ્યારે હોળીના દર્શન કરવા જાવો છો. ત્યારે ખાસ કરીને ધાણી અને જળ (Popping and Water) લઇ જાવો. અને પછી ફરતે ગોળ આંટા મારીને ધાણી અને જળને ચડાવો. આમ કરવાથી તમારી નેગેટિવિટી બહાર ફેંકાય છે અને પોઝિટિવિટીનો સંચાર થાય છે. આમ તમે તમારા સારા સ્વાસ્થ્ય માટે હોળિકા દર્શન કરવા જાવ ત્યારે ખાસ કરીને હાથમાં કાળા તલ મુઠ્ઠીમાં લઇ જાવ અને પછી માથા પર 3 વાર ફેરવીને હોળિકાની અગ્નિમાં નાંખો. આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય (Health) સારું રહે છે અને તમે જલદી બીમાર પણ પડતાં નથી.

    આ પણ વાંચો: તમારી રાશિ પ્રમાણે Holi પર પહેરો આ લકી રંગનો ડ્રેસ

    ધન સંબંધી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે ચંદનની લાકડી

    જો તમે વારંવાર બીમાર પડી રહ્યા છો તો આ દિવસે 11 ઇલાયચી અને કપૂરને હોળીકા દહનની અગ્નિમાં નાંખો. આમ કરવાથી તમને અનેક બીમારીમાંથી મુક્તિ મળશે. આ ઉપાયને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ શુભ માનવામાં આવે છે. ધન સંબંધી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે ચંદનની (Chandan) લાકડીને બન્ને હાથથી હોળિકા દહનમાં નાંખો અને બે હાથ જોડીને તમારા દેવી-દેવતાઓનું નામ લો. આમ કરવાથી ધન (Money) સંબંધીત અનેક સમસ્યાઓ દૂર થાય છે. આમ હોળી પ્રગટાવે ત્યારે તમે અચુક દર્શન (Darshan) કરવા જજો અને બને ત્યાં સુધી પ્રદક્ષિણા 5 વાર ફરજો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Holi 2022, હોળી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन