રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટમાં 45.2 ડિગ્રી, આગામી દિવસો વધુ હીટવેવના રહેશે

News18 Gujarati
Updated: May 17, 2018, 7:47 PM IST
રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટમાં 45.2 ડિગ્રી, આગામી દિવસો વધુ હીટવેવના રહેશે

  • Share this:
અમદાવાદઃ રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહ્યું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટમાં 45.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગઈ કાલે 45.3 ડિગ્રી નોંધાયું છે. આજે અમદાવાદમાં તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગઈકાલે 43.3 નોંધાયું હતું. આવનારા બે દિવસમાં વધુ હીટવેવ રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

મળતી વધુ વિગત મુજબ, હવે ગરમી એની પરાકાષ્ટાની નજીક પહોંચી ગઈ છે, એટલે ગરમીનો આ છેલ્લો તબક્કો છે. હજી આવનારા બે દિવસમાં વધુ હીટ વેવ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટમાં 45.2 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં 44 ડિગ્રી, ઈડરમાં 43.6 ડિગ્રી, અમદાવાદમાં 44.3 ડિગ્રી,  ગાંધીનગરમાં 43 ડિગ્રી અને વડોદરામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું.

આગામી બે દિવસમાં વધુ ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આગામી બે દિવસમાં બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન કામ વગર બહાર ન નીકળવાની હવામાન વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં સરેરાશ મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહ્યું છે. હજી આવનારા દિવસોમાં તાપમાન 46 ડિગ્રીની ઉપર જઈ શકે છે. આવનારા 5 દિવસમાં વરસાદનાં કોઈ એંધાણ નથી.
First published: May 17, 2018, 7:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading