અમદાવાદઃ આજે રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.1 ડિગ્રી નોંધાયું હતું, જે ગઈ કાલે 42ની આસપાસ નોંધાયું હતું. સુરેન્ગદ્રનગરનું મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી નોંધાયું છે, ગરમ પવન ફૂંકાવાને કારણે તામમાનમાં સતત વધારો થઈ રહ્યો હતો.
મળતી વધુ માહિતી મુજબ, રાજ્યમાં ગરમીનો પારો ધીરે ધીરે ઉપર જઈ રહ્યો છે. સરેરાશ મહત્તમ તાપમાન 41.5ની ઉપર નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.1 ડિગ્રી, ગાંધીનગરનું 42.5 ડિગ્રી, રાજકોટનું 42.4 ડિગ્રી, સુરેન્દ્રનગરનું 42.8 ડિગ્રી, કંડલા એરપોર્ટનું 42.0 ડિગ્રી, ડીસાનું 41.8 ડિગ્રી, વડોદરાનું 40.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું 41.4 ડિગ્રી નોંધાયું છે.
આવનારા દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો 45 ડિગ્રી વધુ વધવાનો હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ગરમી 45 ડિગ્રીથી ઉપર જવાથી કબૂતરો-કૂતરા જેવા જીવો પર જોખમ વધી જાય છે. હવામાન ખાતા દ્વારા લોકોને બપોરે 12થી 4ની વચ્ચે કામ વગર ઘરની બહાર ન નીકળવાની ચેતવણી અપાતી રહે છે. બીજી બાજુ ગરમી વધતાં રોગચાળાનું પ્રમાણમાં વધારો થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર