હાઈકોર્ટે ખાનગી શાળામાં RTE હેઠળ નર્સરીથી જ પ્રવેશ આપવા મામલે સરકારને નોટિસ ફટકારી

News18 Gujarati
Updated: May 11, 2018, 9:24 PM IST
હાઈકોર્ટે ખાનગી શાળામાં RTE હેઠળ નર્સરીથી જ પ્રવેશ આપવા મામલે સરકારને નોટિસ ફટકારી

  • Share this:
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં પ્રિ-પ્રાયમરી સ્કૂલ એટલે કે નર્સરીથી જ પ્રવેશ આપવાના મુદ્દાનો અમલ ન થવા સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. આ કેસની વધુ સુનાવણી 13 જૂને હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, આરટીઈના કાયદામાં જોગવાઈ છે કે, નર્સરીથી જ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકો માટે 25 ટકા બેઠકો અનામત રાખવી જોઈએ અને તેમને પ્રવેશ આપવો જોઈએ.

જો કે, આ કાયદાનો અમલ રાજ્ય સરકાર યોગ્ય રીતે કરતી નથી. રાજ્ય સરકાર દ્વારા પહેલા ધોરણથી આરટીઈ એક્ટ હેઠળ ગરીબ બાળકો માટે પ્રવેશ આપવાની કામગીરી કરવામાં આવે છે. જો કે, વાસ્તવિકતા એ છે કે, નર્સરીથી જ પ્રવેશ આપવો જોઈએ. જો કે, ખાનગી શાળાઓ તેનો અમલ કરતી નથી. જેના લીધે, આ જગ્યાઓ પર ખાનગી શાળાઓ પ્રવેશ ફી પેટે કરોડોની કમાણી કરે છે.
First published: May 11, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading