વાયુ વાવાઝોડુંઃ ચાર જિલ્લાઓમાં ઊભા કરાયા હેમ રેડિયો સ્ટેશન

News18 Gujarati
Updated: June 12, 2019, 9:42 PM IST
વાયુ વાવાઝોડુંઃ ચાર જિલ્લાઓમાં ઊભા કરાયા હેમ રેડિયો સ્ટેશન
સેટેલાઇટ તસવીર

રાજ્યમાં જામનગર પોરબંદર વેરાવળ અને રાજકોટ ખાતે હેમ રેડિયો સ્ટેશન ઉભા કરવામાં આવેલા છે.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ વાયુ વાવાઝોડાનુ ગુજરાતમાં આગમન વચ્ચે થોડા જ કલાકો બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા વાયુ સામે લડવા માટે પૂરજોષમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરેક પ્રકારની પરિસ્થિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ હોવાનો તંત્રનો દાવો છે. સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાંથી લાખો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.  આ ઉપરાંત દરેક પરિસ્થિતિ જાણવા માટે હેમ રેડિયો કંટ્રોલ બનાવવામાં આવ્યા છે.

ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ અમેચ્યોર રેડિયો સંસ્થા ગાંધીનગર દ્વારા વાયુ વાવાઝોડા સંદર્ભમાં ઉભી થયેલ પરિસ્થિતિને  ધ્યાનમાં રાખીને એક હેમ રેડિયો કંટ્રોલ ઊભો કર્યો છે.  રાજ્યમાં જામનગર પોરબંદર વેરાવળ અને રાજકોટ ખાતે હેમ રેડિયો સ્ટેશન ઉભા કરવામાં આવેલા છે. ગાંધીનગર ખાતે એક હેમ રેડીયો કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવેલો છે. દરેક સ્ટેશન ખાતે ૩થી ૪ હેમ રેડિયો ઓપરેટર સતત ફરજ બજાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ-ગીર સોમનાથઃ ભારે પવનથી દિવાલ ધરાશાયી થતાં દરિયાના પાણી ઘરોમાં ઘૂસ્યા

આ સ્ટેશનો અંતરિયાળ ગામોની સતત બદલાતી રહેતી પરિસ્થિતિથી સ્થાનિક સત્તાવાળાઓ તથા જિલ્લા કલેકટરને વાકેફ કરી રહ્યા છે. આ રેડિયો સ્ટેશનો સાથે ગાંધીનગર તથા અમદાવાદ ખાતે રહેતા હેમ રેડિયો ઓપરેટર સતત સંપર્કમાં છે. ગાંધીનગર ખાતેથી આ પ્રવૃતિનું સમગ્ર સંચાલન પ્રવીણ વલેરા કરી રહ્યા છે. અમદાવાદથી કરંજિયા અને અન્ય હેમ રેડિયો ઓપરેટર પણ સતત સંપર્કમાં છે
First published: June 12, 2019
વધુ વાંચો
अगली ख़बर