Home /News /madhya-gujarat /

ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીનો વધતો ત્રાસ, ડિહાઈડ્રેશન અને લૂ લાગવાની ઘટનાઓ વધી

ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીનો વધતો ત્રાસ, ડિહાઈડ્રેશન અને લૂ લાગવાની ઘટનાઓ વધી

ગરમીમાં અનેક લોકોને ડિહાઇડ્રેશન, ચક્કર, લૂ જેવી અનેક સમસ્યા

અતિશય ગરમીને કારણે તબીબો અને હવામાન (Weather) વિભાગે બપોરના સમયે તડકામાં (Sunshine) બહાર ન નિકળવાની સલાહ આપી છે. આ કાળઝાળ ગરમીમાં અનેક લોકો ડિહાઇડ્રેશન, ચક્કર, લૂ જેવી અનેક સમસ્યાઓની (Problems) ઝપેટમાં જલદી આવી રહ્યા છે.

    અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) હાલમાં કાળઝાળ ગરમી (Garmi) પડી રહી છે. ગરમીનો પારો સતત વધવાને કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. આ ગરમીની અસર દરેક જગ્યાએ દેખાઇ રહી છે. આ વર્ષે ગરમીનો પારો (Mercury) સતત વધવાને કારણે 122 વર્ષનો વિક્રમ (Vikram) તોડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વર્ષ 1908 પછી આ વર્ષે માર્ચ મહિનો સૌથી ગરમ (Hot) રહ્યો હતો. જો કે હજુ પણ આગામી બે દિવસ હિટવેવની (Heat wave) આગાહી છે.

    બે દિવસની હિટવેવની આગાહી પછી ગરમીમાં ઘટાડો થઇ શકે છે

    નોંધનીય છે કે 5 એપ્રિલ સુધી હિટવેવની (Heat wave) આગાહી છે. જેમાં ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવી શકે એવી શક્યતાઓ છે. આજે પણ અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી તાપમાન સુધી પહોંચી ગયો હતો. જ્યારે અન્ય શહેરોમાં પણ ગરમીની વધુ અસર વર્તાતી જોવા મળી રહી છે. બે દિવસની હિટવેવ આગાહી પછી ગરમીમાં થોડો ઘટાડો થઇ શકે છે. રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો (Garmi) પારો વધવાને કારણે રાત્રે પણ ગરમ-ગરમ પવનથી લોકો હેરાન થઇ રહ્યા છે. જો કે હજુ કેટલી ગરમી વધશે એ વિશે સૌ કોઇ વિચારતા થઇ ગયા છે.

    આ પણ વાંચો: પોલીસે હત્યાના આરોપમાં બે યુવકોને 'ફીટ' કરી દીધા, 'મૃત' શ્રમજીવી પાંચ વર્ષે જીવિત નીકળ્યો

    ગરમીમાં અનેક લોકોને ડિહાઇડ્રેશન, ચક્કર, લૂ જેવી અનેક સમસ્યા

    અતિશય ગરમીને કારણે તબીબો અને હવામાન (Weather) વિભાગે બપોરના સમયે તડકામાં (Sunshine) બહાર ન નિકળવાની સલાહ આપી છે. આ કાળઝાળ ગરમીમાં અનેક લોકો ડિહાઇડ્રેશન, ચક્કર, લૂ જેવી અનેક સમસ્યાઓની (Problems) ઝપેટમાં જલદી આવી રહ્યા છે. સતત પડતી ગરમીને કારણે રસ્તાઓ પણ સૂમસામ બની રહ્યા છે. આમ, જો તમે આ ગરમીમાં ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છો. તો તમારે એક વાર વિચારવાની જરૂર છે. આ કાળઝાળ ગરમીમાં (Garmi) તમે બહાર ફરતી વખતે કંટાળી જશો અને સાથે લૂ (Loo) જેવી અનેક બીમારીઓની ઝપેટમાં પણ જલદી આવી શકો છો.

    આ પણ વાંચો: સુરત: પિતાએ દીકરીની પાંચ વર્ષની બહેનપણીને કેળું આપવાની લાલચે બનાવી હવસનો શિકાર

    ઘરેથી બહાર નીકળો ત્યારે ફેસ કવર કરીને નીકળો

    આ કાળઝાળ ગરમીથી બચવા લોકો ઝાડવાનો (Shrub) છાંયડો શોધી રહ્યા છે. તો કેટલાક લોકો ગરમીમાં લૂ ના લાગી જાય તે માટે શરબત-પાણી પીને રાહત અનુભવતા હોય છે. ગરમીનો પારો સતત વધવાને કારણે લોકોને અપીલ છે કે તમે ઘરેથી બહાર નીકળો ત્યારે ખાસ કરીને ફેસ કવર (Face Cover) કરીને નીકળો અને સાથે સનસ્ક્રીન લોશન લગાવીને બહાર જાવો. જેથી કરીને તમને ગરમીની સાઇડ ઇફેક્ટ (Side Effect) ના થાય. સનસ્ક્રીન લોશન લગાવવાથી તમારી સ્કિન પર તડકાની અસર ઓછી થાય છે. આ સાથે જ તમે ગરમીમાં બહાર નીકળો ત્યારે ઘરેથી પાણીની બોટલ અને પાણી પીને નીકળો. જેથી કરીને ડિહાઇડ્રેશન (Dehydration) ન થાય.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedaabad News, અમદાવાદ, ગરમી, હવામાન વિભાગ, હિટવેવ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन