AMC તંત્રએ પ્રજાને રામ ભરોષે મૂક્યા! આરોગ્ય વિભાગે કોરોના દર્દીઓની સારવાર માટે હાથ કર્યા અધ્ધર

News18 Gujarati
Updated: May 23, 2020, 10:58 PM IST
AMC તંત્રએ પ્રજાને રામ ભરોષે મૂક્યા! આરોગ્ય વિભાગે કોરોના દર્દીઓની સારવાર માટે હાથ કર્યા અધ્ધર
કોરોના ટેસ્ટિંગ મોબાઈલ વાનની તસવીર

અમદાવાદશહેરમાં છેલ્લા ૧૦ દિવસથી કોરોના વાયરસના કેસ 250 પાર થઇ રહ્યા છે. એએમસી તંત્ર કોરોના સંક્રમણ અટકાવા માટે નિષ્ફળ રહ્યું હોય તેમ લાગે છે.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના (coronavirus) કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના કેસ બંધ થવાનું નામ લેતા નથી. અમદાવાદશહેરમાં છેલ્લા ૧૦ દિવસથી કોરોના વાયરસના કેસ ૨૫૦ પાર થઇ રહ્યા છે. એએમસી તંત્ર કોરોના સંક્રમણ અટકાવા માટે નિષ્ફળ રહ્યું હોય તેમ લાગે છે. એએમસી આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ તંત્રે પ્રજાને રામ ભરોષે છોડી મુક્યા હોય તેવી ઘટનાઓ સામે આવી છે. એએમસી તંત્ર દર્દીઓ અને અમદાવાદીઓની સારવાર માટે જાણો હાથ અધ્ધરતાલ થઇ ગયા છે. તેવી કિસ્સાઓ સામે આવ્યા ઓછે.

હાટકેશ્વરમાં રહેતા અસરા પરિવાર સાથે અજીબ ઘટના બની. પુત્રને કોરોના પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા તેમના પત્ની, માતા અને પિતાના પણ રીપોર્ટ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં યુવાનની પિતાને ૧૯ તારીખે ટેસ્ટ કરવામાં આવ્યું અને એસ વી પીહોસ્પિટલે કહ્યું કે તમારો રીપોર્ટ નેગેટીવ છે . તમને એસ વી પી હોસ્પિટલમાંથી રજા અપાય છે. પરંતુ તમારા પતિનું અને પુત્રવધૂને કોરોનાપોઝિટિવ છે તેઓ સારવાર ચાલશે.

આ પણ વાંચોઃ-AMCનો મહત્વનો નિર્ણય: 25 મી મેથી વિમાની સેવા શુરૂ, એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 10 ટેક્સ રિબેટ

પરંતુ ૨૧ મે ના રોજ એસ વી પી હોસ્પિટલ ફોન કરે છે તમને કોરોના પોઝિટિવ છે અમારી ભુલ થઇછે નાન લખવામાં. આમ કોરોના પોઝિટિવ દર્દીને નેગેટીવ જાહેર કરી રજા અપાઇ. અને નેગેટીવ દર્દીને પોઝિટિવ સમજી હોસ્પિટલદાખલ કરાયા. સમગ્ર ઘટના વેદના ઠાલવતો વિડીયો તેમના દિકરાએ સોશિયલ મિડીયામા વાયરલ કરતા એસ વી પી હોસ્પિટલ દ્વારાખુલાશો કરાયો છે. એસ વી પી હોસ્પિટલે પ્રેસ રિલીઝ કરતા કહ્યું હતુ કે સમાન બે નામ હોવાથી સ્ટાફ થઇ ભુલ થઇ છે . જેના બદલહોસ્પિટલ દિલગીર છે . હાલ તેઓની સારવાર ચાલી રહી છે. બે સમાન નામ હોવાથી ભુલ થઇ છે તેવો સ્વિકાર એસ વી પી હોસ્પિટલેકર્યો છે. અને ગંભીર બેદરકારીને ઢાંકવાનો પ્રયાસ થયો છે .

આ પણ વાંચોઃ-AMCનો દાવો, શહેરમાં કોરોના ટેસ્ટીગ રેટ ૭૭ ટકા પર પહોંચ્યો, દસ લાખ વ્યક્તિએ ૯૪૯૨ ટેસ્ટ કરાયા

આવી જ એક ઘટના વસ્ત્રાલના પ્રધાનમંત્રી આવાસ યોજનમાં રહેતા દુર્ગેશ વૈષ્ણવ સાથે પણ થઇ છે. ૮ તારીખે રીપોર્ટ કઢાવ્યો અને૧૦ તારીખે ફોન આવ્યો કે રીપોર્ટ નેગેટીવ છે. ૧૨ તારીખે એએમસી આરોગ્ય વિભાગમાંથી ફોન આવે છે કે તમે કોરોના પોઝિટિવ છો. સવારે તમને એબ્યુલન્સ લેવા આવે છે.. ૧૩ તારીખે દર્દીને સિવિલ હોસ્પિટલમાં સવારે દાખલ કરાયા છે . સિવિલ હોસ્પિટલમા દર્દીનેદાખલ કરવા માટે ના પાડે છે.કારણ કે એએમસી દર્દીઓના કોરોના પોઝિટિવ રીપોર્ટ સિવિલ આપતી નથી. ત્યારે બાદ સાંજે સિવિલહોસ્પિટલ દુર્ગેશ વૈષ્ણવને રજા આપતા ઘર પરત ફરે છે. અને ફરી પાછા ૧૪ તારીખે તેમનો રીપોર્ટ કાઢવામાં બોલાવ્યા છે. ૧૫ મેતારીખે કહે છે કે તમે કોરોના પોઝિટિવ છો. ફરી પાછા સિવિલ હોસ્પિટલ સારવાર અપાય છે . અને ૧૮ તારીખે સારવાર બાદડિસચાર્જ કરે છે. પરંતુ તેમના પરિવારના અન્ય છ સભ્યોને તાપી નિકોલ ખાતે આઇશોલેશન કરાયા છે.. એએમસી આ મુદ્દે પોતાનોબચાવ કરતા કહે છે કે હોસ્પિટલ અને તંત્ર વચ્ચે થોડો સંકલનનો અભાવ હતો.

અમદાવાદના ઠક્કર બાપા નગર માં દર્દી ચાલીને અર્બન હેલ્થ સેન્ટર પહોંચે છે. કારણ કે કોરોના પોઝિટિવ છે ૧૦૪ પર એબ્યુલન્સમંગાવે છે પરંતુ તેઓને ૨ કલાક સુધી રસ્તા પર રઝળી પડે છે . આખરે કંટાળી કોરોના દર્દી ચાલી અર્બન હેલ્થ સેન્ટર પર પહોંચે છે.
First published: May 23, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading