Corona સુઓમોટો કેસ : જાણો હાઈકોર્ટે હોસ્પિટલ અને એજ્યુકેશન મામલે પ્રજાના હિતને લઈ શું કર્યો મહત્વનો આદેશ


Updated: June 26, 2020, 11:20 PM IST
Corona સુઓમોટો કેસ : જાણો હાઈકોર્ટે હોસ્પિટલ અને એજ્યુકેશન મામલે પ્રજાના હિતને લઈ શું કર્યો મહત્વનો આદેશ
ગુજરાત હાઈકોર્ટ (ફાઈલ ફોટો)

પાંચ વર્ષથી નાના બાળકો માટે તો ઓનલાઇન એજ્યુકેશન હિતાવહ ન હોવાનું નિષ્ણાંતો પણ માને છે. તેથી રાજ્ય સરકાર આ સમગ્ર મામલે યોગ્ય વ્યવસ્થા ગોઠવે.

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસના મુદ્દે હાઇકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો રિટ પિટિશનમાં આદેશ કરતાં હાઇકોર્ટે રાજસ્થાન હોસ્પિટલના સંચાલકોની આકરી ટીકા કરી છે અને હોસ્પિટલની બેદરકારીના લીધે કોરોનાના દર્દીના મોતની દુર્ભાગ્યપૂર્ણ ઘટના પ્રત્યે ભારે નારાજગી દર્શાવી છે.

ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે નોંધ્યું છે કે,‘હોસ્પિટલે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહેલા દર્દીને આઇસીયુમાં વેન્ટિલેટર પર મૂકવાના બદલે અન્ય ઔપચારિકતા કરતાં રહ્યા અને તેના કારણે દર્દીને સારવાર મળવામાં વિલંબ થયો. પરિણામે તેણે જીવ ગુમાવવો પડ્યો. આવા સંજોગોમાં રાજસ્થાન હોસ્પિટલે સૌથી પહેલા દર્દી્ને દાખલ લઇ આઇસીયુમાં રાખી વેન્ટિલેટર પર મૂકવો જોઇતો હતો બાકી બધી પ્રક્રિયા એડવાન્સ ફી વગેરે પછીથી પણ લઇ શક્યા હોત.’હાઇકોર્ટે નોંધ્યું છે કે, આ ઘટના અત્યંત દર્દનાક અને પીડા આપનારી છે. ઓથોરિટીએ રાજસ્થાન હોસ્પિટલને નોટિસ ઇસ્યૂ કરી છે પણ હરિશ કડીયાના મૃત્યુ પાછળ હોસ્પિટલના જે જવાબદારો છે એમની વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવી પણ જરૂરી છે. આ મામલે શું કાર્યવાહી થઇ છે તેનો જવાબ રજૂ કરવાનો પણ હાઇકોર્ટે આદેશ કર્યો છે.

એજ્યુકેશન મામલે આદેશ

એક બીજા અગત્યના કેસમાં હાઇકોર્ટે ઓ્નલાઇન એજ્યુકેશનના મામલે પણ સરકારને આદેશ કરતાં નોંધ્યું છે કે,‘અમદાવાદમાં સ્કૂલોમાં ઓ્નલાઇન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યુ છે. પરંતુ આ મામલે સરકાર દખલ કરીને કોઇ યોગ્ય વ્યવસ્થા ગોઠવે. સૌથી પહેલા તો શિક્ષણના સમય ફિક્સ કરવામાં આવે. કેમ કે એક જ ઘરમાં બે કે તેથી વધુ બાળકો ઓ્નલાઇન ભણતા હોય અને એક જ લેપટોપ કે કમ્પુટર હોય તો અસુવિધા થઇ શખે છે. મીડલ ક્લાસના વિદ્યાર્થીઓને સૌથી વધુ તકલીફ થશે અને તેઓ ઓ્નલાઇન એજ્યુકેશનથી વંચિત રહી જશે. તે ઉપરાંત નાની ઉંમરના બાળકો માટે ઓનલાઇન એજ્યુકેશન યોગ્ય છે કે કેમ તેની પણ ખાતરી કરો. નર્સરી, પહેલા કે બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ટીવી, લેપટોપ કે કમ્પ્યુટરની સ્ક્રીન સામે વધુ રહે તો તેમને અવળી અસર ખાસ કરીને આંખોને થઇ શકે છે. પાંચ વર્ષથી નાના બાળકો માટે તો ઓનલાઇન એજ્યુકેશન હિતાવહ ન હોવાનું નિષ્ણાંતો પણ માને છે. તેથી રાજ્ય સરકાર આ સમગ્ર મામલે યોગ્ય વ્યવસ્થા ગોઠવે.

સરકારને આ મુદ્દા ધ્યાનમાં લેવા હાઇકોર્ટે વિશેષ તાકીદ કરી..

- પુરતી સંખ્યામાં એમ્બ્યુલન્સ અને ડેડબોડી વાન હાજર રાખ‌વામાં આવે.- એમ્બ્યુલન્સના ચાર્જ પણ નિર્ધારિત કરવામાં આવે જેથી કોઇ પણ દર્દીને તેઓ લૂંટી ન શકે.

- અંતિમ સંસ્કાર અને દફનવિધિ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી ઓથોરિટી કે કુટુંબીજનોને વાટ ન જોવી પડે.

- દરેક ખાનગી હોસ્પિટલના રિસેપ્શન પર સરકારે નિર્ધારિત કરેલા ચાર્જનું બોર્ડ લગાવવામાં આવે.

- જો આ પ્રકારની ચાર્જની માહિતી રિસેપ્શન પર લગાવેલી જ હશે તો જેતે વ્યક્તિને ચાર્જ બાબતે ખોટી માથાકૂટ થશે જ નહીં.

- વી.એસ. હોસ્પિટલનો કોરોનાના સમયે ઉપયોગ કરવાની શક્યતાઓ ચકાસો. ત્યાં ૫૦૦થી ૭૦૦ બેડ્સ છે અને જો પરિસ્થિતિ કાબૂ બહાર જાય તો તેનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય એમ છે, તેથી અમે સરકારને આ સૂચન કરી રહ્યા છીએ.
First published: June 26, 2020, 11:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading