'સરકારે વાલીઓનું વિચારી એક સત્રની ફી માફી કરવી જોઇએ, ઓનલાઇન શિક્ષણથી બાળકોને વિપરીત અસર'

'સરકારે વાલીઓનું વિચારી એક સત્રની ફી માફી કરવી જોઇએ, ઓનલાઇન શિક્ષણથી બાળકોને વિપરીત અસર'
કેગના રીપોર્ટમાં ચોકાવનાર ખુલાશો થયો છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ ડિઝાઇન ખોટી છે, જે એક ચોકવાનર વાત છે. સરકાર ગ્રાન્ટ ફાળવે છે પણ ૧૦૫ માંથી ૩૦ દવાઓ ખરીદતા નથી.

કેગના રીપોર્ટમાં ચોકાવનાર ખુલાશો થયો છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ ડિઝાઇન ખોટી છે, જે એક ચોકવાનર વાત છે. સરકાર ગ્રાન્ટ ફાળવે છે પણ ૧૦૫ માંથી ૩૦ દવાઓ ખરીદતા નથી.

  • Share this:
અમદાવાદ : વાલી મંડળ અને સરકારની બેઠક બાદ કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડો મનિષ દોશીએ પત્રકાર પરિષદ કરતા રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં શિક્ષણ વ્યવસ્થાના સુધાર માટે રાજ્ય સરકાર વિચાર કરવો જોઇએ. રાજ્ય સરકારે વાલીઓની એક સત્રની ફી માફી કરી આપવી જોઇએ. કોરોનાના વધતા સંક્રમણના ખતરાને જોતા શાળા કોલેજો બંધ જ રાખવી જોઇએ.

ઓનલાઈન એજ્યુકેશનને કારણે 47 ટકા બાળકો જ એજ્યુકેશન મેળવી શકે છે. ઓનલાઇન એજ્યુકેશન બધા બાળકોને ન મળી શકતા અસમાનતા ઉભી થઇ રહી છે. અભ્યાસક્રમમાં ઘટાડા માટે પણ રાજ્ય સરકાર યોગ્ય તે નિર્ણય કરવો જોઇએ. સ્કૂલ બંધ રહી છે કોઇ ખર્ચે સંચાલકોને થયો નથી . ત્યારે સંચાલકોએ એક સત્રની ફી જ માફિ કરવી જોઇએ . સરકાર સંચાલકોની વકિલાત બંધ કરી યોગ્ય નિર્ણય લેવો જોઇએ.આ પણ વાંચોઅમદાવાદ: વંશ વધારવા સસરાએ પુત્રવધુ સાથે દોઢ વર્ષ આચર્યું દુષ્કર્મ, કેવી રીતે ફૂટ્યો ભાંડો?

વધુ ડો. મનિષ દોશીએ શિક્ષણ વિભાગ પર સવાલ કરતા કહ્યું હતુ કે, કોરોના કામગીરી કરતા શિક્ષકો સાથે અન્યાય છે. ઓન ડ્યુટીમા કોરોના સંક્રમિત થયા હોય. તેવા શિક્ષકો- અધ્યાપકો સાથે સરકાર અન્યાય કર્યો છે. કોરોના સંક્રમિત શિક્ષકોને હોમ ક્વોરેન્ટાઇના દિવસોના પગાર કાપી લેવામા આવે છે. જે દુખદ બાબત કહી શકાય. તમામ સરકાર કામો શિક્ષકો કરે છે. ત્યારે શિક્ષકો - પ્રધ્યાપકોને હોમ ક્વોરેન્ટાઇમ સમયમાં પણ પગાર ચાલુ રહેવો જોઇએ.

વિધાનસભાના અંતિમ દિવસે કેગનો અહેવાલ રજૂ થયોહતો. તેના પર કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યુ હતુ કે, કેગના રીપોર્ટમાં ચોકાવનાર ખુલાશો થયો છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ ડિઝાઇન ખોટી છે, જે એક ચોકવાનર વાત છે. સરકાર ગ્રાન્ટ ફાળવે છે પણ ૧૦૫ માંથી ૩૦ દવાઓ ખરીદતા નથી. સરકાર ડુપ્લિકટ કિટ આપે, માસ્ક, સેનિટાઇઝર અને ધમણ મુદ્દે પણ ભ્રષ્ટાચાર કરે જે ભાજપનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. રૂપાણી સરકારે પોતાની જવાબાદરી સ્વિકારી રાજીનામું આપુ જોઇએ.
Published by:kiran mehta
First published:September 25, 2020, 18:19 pm

ટૉપ ન્યૂઝ